ગામડાને ઈન્ટરનેટ સાથે જાેડવા ભારત નેટ પ્રોજેક્ટને મંજૂરી
નવી દિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ અને કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેયર્સની બેઠક યોજાઈ છે. આ બેઠકમાં પાવર ડિસ્ટ્રિબ્યૂશન રિફોર્મને મંજૂરી આપવામાં આવી છે. સાથે દેશના ગામડાઓને ઇન્ટરનેટ સાથે જાેડવા માટે ભારત નેટ પ્રોજેક્ટ હેઠળ ફંડને પણ મંજૂરી આપવામાં આવી છે.
ભારત નેટ પ્રોજેક્ટ માટે ૧૯ હજાર કરોડ રૂપિયા ફાળવવાની મંજૂરી મળી છે. કેબિનેટની બેઠકમાં લેવાયેલા મહત્વના ર્નિણય વિશે જાણકારી આપતા કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યુ- બે દિવસ પહેલા નાણામંત્રી ર્નિમલા સીતારમને કોવિડને કારણે ૬ લાખ ૨૮ હજાર કરોડની મદદનું જે માળખુ જણાવ્યું હતું તેને આજે કેબિનેટે મંજૂરી આપી દીધી છે.
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યુ- પહેલાની સરકારો જાહેરાત કરતી હતી તેને ઘણા દિવસો બાદ લાગૂ કરતી હતી, પરંતુ મોદી સરકારે યોજના જલદી લાગૂ કરી દીધી છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું- જૂનથી નવેમ્બર સુધી સરકારે ફ્રી અનાજ આપવાની જાહેરાત કરી છે.