ગામના રહીશોની શહેરમાં અવર જવર રોકવા સનાથલમાં પંચાયત સભ્યોની મીટિંગ યોજાઈ
અમદાવાદ, કોરોનાના કહેર વચ્ચે હજુ પણ ગામડાઓમાં લોકો ટોળે વળીને બેસતા નજરે પડે છે. પોલીસનું સતત ચેકીંગ હોવા છતાં પણ પોલીસની ગાડીઓ જતી રહે પછી લોકો ગામના ભાગોળે ટોળે વળે છે અને સોશિયલ ડીસ્ટંસીગનો અને જનતા કર્ફ્યુનો હાલ સુધીનો જે અમલ કરાવવામાં આવી રહ્યો હતો તેનો કોઈ મતલબ રહેતો નથી.
સનાથલ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી , સરપંચ , પંચાયત સભ્યો તથા ગામ આગેવાનો સાથે ગામના રહીશોની શહેરમા અવર જવર રોકવા સોશિયલ ડિસ્ટન્સના અભિગમ સાથે મીટિંગ રાખવામાં આવી. હાલમાં દક્ષિણ ગુજરાતના કેટલાંક ગામોમાં પણ આવી જ પરિસ્થિતિ જોવા મળતાં ગામના કેટલાંક તલાટી, સરપંચ અને ગ્રામ આગેવાનોને ખાસ સુચના આપી લોકોને કોરોનાના કહેરની સમજ આપવામાં આવી હતી અને સોશિયલ ડિસ્ટંન્શીગનો અમલ થાય તેની તકેદારી રાખવા જણાવવામાં આવ્યુ હતું.