ગામના લોકોએ શરૂ કર્યું પોતાનું પ્રાઇવેટ પોલીસ સ્ટેશન
જામનગર, રાજ્યમાં પોલીસ વિભાગની કામગીરી પર લાંબા સમયથી સવાલો ઉઠી રહ્યા છે. રાજ્યમાં જે પ્રકારે ગુનાઓનો ગ્રાફ જે પ્રકારે ઉંચો જઇ રહ્યો છે તે જાેતા પોલીસ સામે સવાલો ઉઠી રહ્યા છે. લોકોને પહેલાથી જ પોલીસ પર વિશ્વાસ ઓછો જ હતો જે હવે તો લગભગ નામશેષ થઇ ચુક્યો છે. જામનગરમાં પણ કંઇક આવી જ સ્થિતિ છે. ફલ્લા નામના ગામમાં તસ્કરોનો રંઝાડ ખુબ જ વધી ગયો છે.
જેના પગલે પોલીસને વારંવાર રજુઆત છતા ઢોરનિંદ્રામાં પોઢી રહેલ પોલીસ તંત્ર જાગ્યું નહી જેથી નાગરિકોએ પોતે જ પોતાની રક્ષા કરવાનું નક્કી કર્યું હતું. ફલ્લા ગામે તસ્કરોનાં રંઝાડ વધતા સ્થાનિકો હવે રાત્રે પોતે જ આખા ગામનો ચોકી પહેરો કરે છે.
કડકડતી ઠંડી હોય તે ગરમી હોય યુવાનો પોતાની સાથે લાઠી ડંડા લઇને સતત ગામનો ચોકી પહેરો કરે છે. આ ઉપરાંત જાે કોઇ અજાણી વ્યક્તિ ગામમાં આવી ચડે તો તેની અટકાવીને પુછપરછ પણ કરવામાં આવે છે. જામનગર-રાજકોટ હાઇવે પર આવેલા ફલ્લા ગામે હાલમાં જ બે ત્રણ ઘરોમાં ચોરી થઇ હતી. આસપાસના વિસ્તારો અને મંદિરો તથા ખેતરોમાં પણ ચોરોની રંઝાડ વધી ગઇ છે.
એક તરફ શિયાળાની સિઝન હોવાનાં કારણે ગ્રામજનો આખો દિવસ ખેતરમાં મજુરી કરે છે. રાત્રે થાક્યા પાક્યા સુઇ જાય પરંતુ રાત્રે ચોર આવીને હાથ ફેરો કરી જાય. જ્યારે પોલીસ તંત્ર તો દિવસે પણ સુવે અને રાત્રે પણ સુવે. વારંવાર રજુઆતો છતા પણ નિંભર તંત્ર નહી જાગતા નાગરિકોએ હવે પોતાની સુરક્ષા પોતે જ કરવી પડશે તેવી નેમ સાથે પોતે જ ચોકી પહેરો શરૂ કરી દીધો છે. ગામના લોકો દ્વારા યુવાનોના વારા રાખવામાં આવી રહ્યા છે. આ યુવાનો આખી રાત ગામમાં પેટ્રોલિંગ કરે છે.SSS