ગામનું તળાવ ભરવાની માંગ 11 વર્ષથી પૂરી ન થતાં લોકોમાં રોષ
ઇડર તાલુકાના ડુંગરી, ભાદરડી, ઇસરવાડા, દરામલી, હિંગળાજ, ચડાસણા, ભૂવેલ, કપોડા,ભેટાલી, માનગઢ, નાની વાડોલ જેવા અગિયાર ગામમાં વર્ષો જુની માગ છે કે
તેમના ગામના તળાવમાં ગુહાઇ જળાશય યોજના દ્વારા ભરવામાં આવે પણ આ માંગણીને અધૅ રજતજયંતી જેટલા વર્ષ વિતવા છતાં તેનો કોઈ ઉકેલ આવ્યો નથી.
આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે અગિયાર ગામના સરપંચો સહિત ગ્રામજનો એકત્રિત થઈ નિદ્રાધીન શાશકો વિરુદ્ધ અલગ અલગ કાયૅક્રમ યોજી શકાય તે હેતુસર ડુંગરી ગામની સેવા મંડળીમાં ગતરાત્રે આજુબાજુના ગામના સરપંચો સહિત લોકો હાજર રહી આગળની કાર્યવાહી કરવામાં માટે કટિબદ્ધ છે. (તસ્વીરઃ- કમલેશ નાયી, નેત્રામલી)