ગામમાં દારુડિયાને એક રાત માટે પાંજરામાં પૂરી દેવાય છે
અમદાવાદ, ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે, પરંતુ ઘણી વખત એવું બને છે કે લોકો દારૂના નશામાં ઢીંગલી બનતા જાેયા હશે. એવામાં ગુજરાતમાં અમદાવાદની પાસે મોતીપુરા ગામ આવેલું છે, આ ગામના લોકોના દારૂની ખરાબમાં ખરાબ અદાત લાગેલી છે. લોકોને દારૂની લત છોડાવવા માટે અહીં એક અનોખું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
મોતીપુરા ગામના મોટા ભાગના લોકો મજૂરી કરીને પોતાનું જીવન પ્રસાર કરે છે, પરંતુ દારૂની લત ભલભલા પરિવારોને વિખેરી નાંખે છે. અહીં પણ એવા અનેક ઉદાહરણ છે, જેમાં દારૂની લતના કારણે પૈસા અને પરિવાર બન્નેને બર્બાદ કરી નાંખ્યા છે. ફરી લોકો સાથે આવી સ્થિતિ ઉદ્દભવે નહીં તેના માટે અહીં અનોખું અભિયાન ચલાવવામાં આવ્યું છે.
અહીં દારૂ પીનાર વ્યક્તિ પર દંડ અને સજાના ભાગરૂપે આખી રાત પિંજરામાં કેદ રહેવું જેવા પ્રયોગ કરવામાં આવી રહ્યા છે. આ પ્રયોગનું પરિણામ સકારાત્મક મળ્યું છે, હવે અમદાવાદ, અમરેલી, રાજકોટ, કચ્છ જેવા ઘણા જિલ્લાના ગામોમાં આ પ્રયોગ અપનાવવાનું શરૂ કર્યું છે.
અમદાવાદના સાણંદથી માત્ર ૭ કિલોમીટરના અંતરે મોતીપુરા ગામ આવેલું છે. આ ગામ છેલ્લા ઘણા વર્ષોથી દારૂની ગંદી બદીથી પીડાઈ રહ્યું છે. ગામમાં ૧૦૦થી વધુ એવી મહિલાઓ છે, દારૂના દૂષણના કારણે વિધવા બની ચૂકી છે. મોતીપુરા ગામમાં દારૂની બદીને નાથવા માટે ઘણી વખત સરકારને અરજીઓ પર કરવામાં આવી છે, પરંતુ અત્યાર સુધી કોઈ કાર્યવાહી ન થવાના કારણે ગામજનોએ જ એક અનોખો પ્રયોગ અપનાવ્યો. અને તેમાં સારી એવી સફળતા મળી છે.
ગામમાં મહિલાઓની મદદથી એક પાજરું તૈયાર કરવામાં આવ્યું છે અને દારૂ પીનાર લોકોને આખી રાત આ પાંજરામાં કેદ કરી નાંખવામાં આવે છે. તેના સિવાય દારૂ પીનાર વ્યક્તિ પર ૨૫૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. અહીં મજાની વાત એ છે કે દંડથી ભેગી થતી આવકથી મોતીપુરા ગામનો વિકાસ કરવામાં આવે છે.
આ વિશે મોતીપુરા ગામના સરપંચ બાબૂ નાયકે જણાવ્યું હતું કે આ પ્રયોગ અન્ય ગામના લોકોને પસંદ આવ્યો છે. તેમણે પણ પોતાના ગામડામાં આ પ્રયોગ કરવાનું શરૂ કરી નાંખ્યું છે. અત્યાર સુધી ૨૪ ગામડાઓમાં આ પ્રકારનો પ્રયોગ શરૂ કરી નાખવામાં આવ્યો છે.
આ પ્રયોગની સફળતા પાછળ ગામની મહિલાઓનું વિશેષ અને મોટું યોગદાન છે. મહિલાઓ જ દારૂ પીનાર ગામના જે તે શખસ વિશે જાણકારી આપે છે અને માહિતી આપનાર મહિલાની ઓળખ ગુપ્ત રાખવામાં આવે છે. દંડના રૂપમાં વસૂલવામાં આવતી રકમથી મહિલાઓને ૫૦૧ અથવા તો ૧૧૦૦ રૂપિયાનું ઈનામ પણ આપવામાં આવે છે. મોતીપુરા ગામનો પ્રયોગને જાેઈના રાજ્યના અન્ય ગામડાઓ પણ પ્રેરાયા છે.
મોતીપુરા ગામના પ્રયોગ જાેઈને વિરમગામના કમોટા ગામના સરપંચ જીગભાઈએ જણાવ્યું હતું કે, અમારા ગામમાં દંડની રકમ ૩૦૦૦ રૂપિયા રાખવામાં આવી છે. જ્યાં સુધી દંડ ચૂકવવામાં ન આવે તેવા શખસને છોડવામાં આવતો નથી. જેના કારણે ઘણું પરિવર્તન અમારા ગામમાં જાેવા મળ્યું છે.
આ પ્રયોગના કારણે ગામમાં એક સકારાત્મક માહોલ જાેવા મળી રહ્યો છે. રાતભર પાંજરામાં કેદ થવાના કારણે જે તે શખસ શરમના કારણે બીજી વાર ભૂલ કરતો નથી અને દારૂ પીવાથી ડરે છે. મજાની વાત એ છે કે પાંજરામાં માત્ર જે તે વ્યક્તિને એક બોટલ જ પાણી પીવા મળે છે.SSS