ગામમાં ભૂત-પ્રેતના ડરે માત્ર ચાર લોકો વસવાટ કરે છે

છતરપુર, મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લાનું એક ગામ ભૂત-પ્રેત અને અઘટિત ઘટનાઓના કારણે આખુ ખાલી થઈ ગયુ છે. ગામમાં સતત ઘટી રહેલી અપ્રિય ઘટનાઓના કારણે ગામના લોકો પલાયન કરી રહ્યા છે. જાે કે, આ વાતમાં કેટલું તથ્ય છે એ વાતની પુષ્ટિ કારતી નથી. પરંતુ ગામના લોકોનું કહેવું છે કે, ગામમાં ભૂત-પ્રેત અને અસંતૃત્પ આત્માનો જમાવડો છે. આ જ કારણથી આખુ ગામ ખાલી થઈ ગયુ છે.
જિલ્લાથી લગભગ ૪૦ કિલોમીટર દૂર એક નાનકડું ચોકા ગામ આવેલું છે. આ ગામ પંદર વર્ષ પહેલાં આબાદ હતું. ગામની અંદર લગભગ ૧૦૦ જેટલા મકાન બનેલા છે. ગામની વસતી લગભગ ૪૦૦ની આસપાસ હતી. બધુ જ બરાબર ચાલી રહ્યું હતું.
એક દિવસ અચાનક ગામના લોકોને અજાણ્યા પડછાયા દેખાવા લાગ્યા. ગામમાં રહેતા લોકો બીમાર પડવા લાગ્યા. અનેક લોકોનાં મોત પણ થઈ ગયા. એ પછી ગામ ધીરે ધીરે ખાલી થવા લાગ્યું.
એટલું જ નહીં ગામની મહિલાઓ પણ અજીબોગરીબ હરકતો કરવા લાગી. બાળકોથી લઈને ગામમાં રહેતા જુવાનિયાઓ પણ બીમાર પડવા લાગ્યા હતા. લોકો સમજી શકતા નહોતા કે શું થઈ રહ્યું છે. ગામના લોકોને અચાનક શું થઈ રહ્યું છે.
પછી જાેતજાેતામા આખુ ગામ ખાલી થઈ ગયુ. આજે પણ ગામના લોકો ગામમાં આવવાથી ડરી રહ્યા છે. તેઓના મનમાં જે ડર છે તે હજુ સુધી ખતમ થયો નથી. ગામમાં રહેતા આત્મારામ પાંડે અને બચ્યૂ યાદવે જણાવ્યું કે, ૧૫ વર્ષ પહેલાં ગામમાં બધુ બરાબર હતું. અચાનક ગામના લોકોની તબિયત ખરાબ થવા લાગી.
ગામમાં રહેતી મહિલાઓ અજીબોગરીબ હરકતો કરવા લાગી હતી. લોકો મરી રહ્યા હતા અને ગામની અંદર લોકોને અજીબોગરીબ પડછાયા દેખાતા હતા. આ જ કારણે ગામ ધીરે ધીરે ખાલી થતુ ગયુ અને આજે ગામ સંપૂર્ણ રીતે ખંડેરમાં બદલાઈ ગયુ છે. ગામના લોકોનું કહેવું છે કે, આજે ગામમાં માત્ર ચાર જ લોકો રહી રહ્યા છે. એ પણ માત્ર વૃદ્ધ લોકો જ.
જેઓની ઉંમર પણ ૭૦થી વધુ છે. લોકો એક એક કરતા પલાયન થતા ગયા, પરંતુ ગામમાં જિલ્લા તંત્રનો એક પણ અધિકારી ડોકાયો નહીં કે ન તો તેઓએ જાણવાનો પ્રયાસ કર્યો કે આખરે લોકો ગામ છોડીને કેમ ભાગી રહ્યા છે.SSS