Western Times News

Gujarati News

ગામમાં ૧ માસમાં રહસ્યમય તાવથી ૧૦૦થી વધારેનાં મોત

ફતેહપુર: દેશ અને ઉત્તરપ્રદેશના સૌથી પછાત જિલ્લાઓમાંના એક ફતેહપુરમાં ‘રહસ્યમય તાવ’નો કહેર જાેવા મળી રહ્યો છે. યમુના કાંઠાના લલૌતી ગામમાં છેલ્લા એક મહિનામાં ૧૦૦થી વધુ લોકોના મોત નીપજ્યાં છે. આ બધાને ગામના ૧૦ કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા છે. ગામ લોકોનું કહેવું છે કે મૃત્યુનું કારણ તીવ્ર તાવ અને શ્વાસ લેવામાં તકલીફ છે. ક્યાંય કોઈની સારવાર મળી નથી. ૨૩ એપ્રિલના રોજ સૌથી વધારે ૭ લોકોના મોતથી આ ગામ હચમચી ઉઠ્‌યું હતું.

ફતેહપુર જિલ્લામાં ૨૬ એપ્રિલના રોજ પંચાયતની ચૂંટણી માટે મતદાન થવાનું હતું. જિલ્લાના બાકી વિસ્તારોની જેમ અહીંયા પણ પ્રચારની સાથે સાથે સંક્રમણનો ગ્રાફ પણ વધી રહ્યો હતો. જિલ્લા મથકથી ૩૫ કિલોમીટર દૂર બાંદા હાઇવેના કાંઠે સ્થિત લાલૌલી ગ્રામસભામાં શરદી, તાવ અને શ્વાસ લેવામાં તકલીફ થતીં હોય તેવા દર્દીઓ વધવા લાગ્યા.

શમીમ અહમદના જણાવ્યા મુજબ પ્રથમ દર્દીનું મૃત્યુ ૧૦ એપ્રિલના રોજ થયું હતું. લોકોએ શરદી અને તીવ્ર તાવના કેસો માનીને તેની અવગણના કરી, પરંતુ કેસ સતત વધતા રહ્યા. આ પછી દરરોજ એકથી બે લોકોના આ લક્ષણો સાથે મોત થવા લાગ્યા.

બીમારીને લઈ લોકો સૌથ પહેલા ફતેહપુર ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. પરંતુ ત્યાં તેમને દાખલ કરવામાં આવ્યા ન હતા. કાનપુર અને બાંદાની હોસ્પિટલોમાં પણ સારવાર મળી નથી. કેટલાક પેરા-મેડિકલ સ્ટાફની મદદથી ઓક્સિજન સિલિન્ડર જેવી બાબતોની વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ આ પૂરતું નહોતું.

શમીમે કહ્યું, ૨૩ એપ્રિલ ગામ માટે ડરામણો દિવસ હતો. ૭ લોકોના જનાજા ઉઠ્‌યા. ૫૦ હજારની વસ્તી ધરાવતું કસ્બેનુમા ગામ હચમચી ગયું. મુસ્લિમ બહુમતી વસ્તીમાં લગભગ ૧૦ કબ્રસ્તાનો છે. અહીં એક કબ્રસ્તાનમાં ૩૦ મૃતદેહો દફનાવવામાં આવ્યા છે.

ગામના સુફિયાં કહે છે કે ૧૦ દિવસમાં તેમના પરિવારના ૪ લોકોનાં મોત નીપજ્યાં હતાં. કોઈને સારવાર મળી ન હતી. તે પોતે પણ બીમાર થઈ ગયા હતા. ઉકાળો પીધા પછી ઘણા સંઘર્ષ બાદ તેમની તબિયત સારી થઈ. ફૈઝાન કહે છે કે તેમના કાકા ગળાના દુઃ ખાવો અને શ્વાસની તકલીફ પછી મૃત્યુ પામ્યા હતા. પરંતુ પરીક્ષણના અભાવને લીધે આ રોગ જાણી શકાયો નથી.
તાવ’ના લીધે ૧૩ મેના રોજ છેલ્લું મોત થયું હતું.

તાવ અને શ્વાસમાં તકલીફ હોવાથી ગુલામ હુસેનની પત્ની બિસ્મિલ્લાનું અવસાન થયું. શકીલ કહે છે કે લોકોમાં જાગૃતિનો જબરદસ્ત અભાવ છે. ઘણા લોકોએ કોરોનાને હલકામાં લેતા આવી પરિસ્થિતિ ઉભી થઈ છે.

ગામના લોકોની સારવાર કરવાની જવાબદારી નજીકની પીએચસી પર છે. જ્યાં ફક્ત મોબાઈલ દ્વારા સારવારની સુવિધા ક્યારેક-ક્યારેક મળે છે. કેન્દ્ર સવારે ૮ વાગ્યાથી બપોરના ૪ વાગ્યા સુધી ખુલ્લું રહે છે.

ફતેહપુરના ડી.એમ.અપૂર્વા દુબેએ જણાવ્યું હતું કે, ‘લલૌતીમાં થોડા દિવસોમાં આ રોગથી અનેક મૃત્યુ થયા છે.
તપાસ માટે એસડીએમને મોકલ્યા છે. રિપોર્ટ બાદ મોતનું કારણ જાણવા મળશે.

બીજી તરફ લલૌતીના નવા ચૂંટાયેલા પ્રધાન શમીમ કહે છે કે ગામમાં તાવ અને શ્વાસ લેવામાં તકલીફ હોવાને કારણે એક મહિનામાં ૧૦૦થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. ગામ લોકોનું કહેવું છે કે મોતનું કારણ કોવિડ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.