Western Times News

Gujarati News

ગામ લોકોએ પકડીને પ્રેમી પંખીડાના કરાવી દીધા લગ્ન

મુંગેર, બિહારના મુંગેર જિલ્લામાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જ્યાં પોતાની પ્રેમિકાને મળવા માટે તેના ઘરે ગયેલા યુવકને ગામ લોકોએ પકડીને લગ્ન કરાવી દીધા. ત્યારબાદ પ્રેમિકાથી દુલ્હન બનેલી યુવતીને પતિની સાથે તેના ઘરે મોકલી આપવામાં આવ્યા. આ દરમિયાન આ સમાચાર સમગ્ર ગામમાં ફેલાઈ ગયા અને લોકો દુલ્હા-દુલ્હનને જોવા માટે એકત્ર થઈ ગયા. હવે આસપાસના વિસ્તારમાં આ લગ્નને લઈ ખૂબ ચર્ચાઓ થઈ રહી છે.

મળતી જાણકારી મુજબ, આ મામલો મુંગેર જિલ્લાના ગંગટા પોલીસ સ્ટેશન હદ સ્થિત ઘુઘલાડીહ ગામનો છે. ઘુઘલાડીહ ગામ નિવાસી ચંદ્ર દેવ શાહના ૨૪ વર્ષીય પુત્ર રોશન કુમારનો દીપક શાહની ૧૯ વર્ષની પુત્રી જુલી કુમારીથી છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ હતો. અનેકવાર પ્રેમિકાએ પ્રેમની લગ્ન કરવા માટે તેના ઘરવાળાઓને વાત કરવા માટે કહ્યું હતું. પરંતુ પ્રેમીના ઘરવાળા આ લગ્ન માટે તૈયાર નહોતા. તેમ છતાંય બંનેની વચ્ચે પ્રેમ પ્રકરણ ચાલતું રહ્યું.

બંને ગામમાં જ ગૂપચૂપ રીતે એકબીજાને મળતા રહેતા હતા. ફોન ઉપર વાત પણ કરતા રહેતા હતા. પ્રેમિકાને મળવા અંધારામાં ચૂપચાપ તેના ઘરે પહોંચી ગયોઆ દરમિયાન શનિવારની રાતે અચાનક પ્રેમી રોશન કુમાર પોતાની પ્રેમિકાને મળવા અંધારામાં ચૂપચાપ તેના ઘરે પહોંચી ગયો. પરંતુ યુવતીના પરિવારના સભ્યોને તેની જાણ થઈ ગઈ. ત્યારબાદ પરિવારના સભ્યોએ ગામ લોકોની મદદથી બંનેને પકડી લીધા.

Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf

ગામ લોકોએ પકડી દીધા બાદ બંનેને ગામ લોકો અને પરિજનોની પરસ્પર સહમતિથી લગ્ન કરાવી દીધા. ત્યારબાદ પતિ બનેલા પ્રેમી રોશન પોતાની પત્નીને પોતાની સાથે પોતાના ઘરે લઈ ગયો. આ બંનેના લગ્નના આયોજનમાં ગામ લોકોએ અગત્યની ભૂમિકા અદા કરી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.