ગાયકવાડ હવેલી ખાતે લાંબા સમયથી પડેલ વાહનો દિન-૧૦માં વાહન માલિકોને વાહન લઇ જવા તાકિદ
ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ખાતે સન ૧૯૯૨ થી ૨૦૧૯ સુધીના વર્ષ દરમિયાન ગુન્હામાં હસ્તગત કરેલ મુદામાલના વાહનો ધણા લાંબા સમયથી પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં પડી રહેલ છે. ગુનામાં સંડોવાયેલા વાહનોના માલીકોને નોટીસો મોકલી જાણ કરવા છતા આજદિન સુધી વાહનોના માલીકોએ કોઇપણ પ્રકારની વાહન છોડવવા કાર્યવાહી કરેલ નથી. જે બાબતે વિમા કંપનીઓને રિપોર્ટ પાઠવી હસ્તગત કરેલ વાહનો બાબતે જાણ કરવા છતાં વિમા કંપની તરફથી આ વાહનો બાબતે કોઇપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી.
આ વાહનો પરત મેળવવા દિન-૧૦માં ગા.હવેલી પોલીસ સ્ટેશન ખાતે સંપર્ક કરવા જણાવવામાં આવે છે. જો તેઓ વાહન માલીકો દ્વારા દિન-૧૦માં તેમના વાહનો પરત છોડવવા અંગેની કોઇ કાર્યવાહી કરવામાં નહીં આવે તો તેમના વાહનો હરાજી કરવામાં આવશે, તેમ નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૩ અમદાવાદ શહેરની અખબાર યાદીમાં જણાવાયું છે.