ગાયકવાડ હવેલી બાદ ખાડીયામાં વાછરડા ચોરી!
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/07/advt-western-times-news.jpg)
અમદાવાદ: શહેરના કોટ વિસ્તારમાં વાછરડા ચોરીની વધુ એક ઘટના બની હોવાની માહિતી મળી છે. ગાયકવાડ હવેલી વિસ્તાર પછી ખાડીયાના દોલતખાનામાં ઘર પાસે બાંધેલું વાછરડું ચોરી જવાયુ છે. ઓટો રીક્ષામાં વાછરડું ચોરી જવાયાની વિગતો વચ્ચે ખાડીયા પોલીસે તપાસ હાથ ધરી છે.
સારંગપુરના દોલતખાનામાં બાવાની ગલીમાં ગફુરભાઈ જયરામભાઈ રબારી રહે છે. પશુપાલન વ્યવસાય કરતા ગફુરભાઈ તેમના ઘરની બહાર ખુલ્લી જગ્યામાં ૧પ પશુ બાંધે છે. જમી-પરવારીને ઉંઘી ગયેલા ગફુરભાઈ રાતે બે વાગ્યે ગાય-વાછરડાની સારસભાળ લઈ ફરી ઉંઘી ગયા હતા. ગાયોના ભાંભરવાનો અને કૂતરા ભસતા હોવાનો અવાજ આવતા ગફુરભાઈની ઉંઘ ઉડી ગઈ હતી. બહાર આવીને જાયું તો ગાયનું કાળા કલરનું એક વર્ષનું નાનું વાછરડું જાવા મળ્યુ નહોતુ.
ગફુરભાઈ રબારીએ તપાસ કરી તો એક ઓટો રીક્ષા આવી હોવાનું જાણવા મળ્યુ હતુ. ઓટો રીક્ષાના ટાયરના નિશાન ગાયોના છાણ અને કાદવ કિચડમાં પડેલા હતા. પાછળ નંબર પ્લેટ દેખાતી નહોતી. એવી રીક્ષામાં રૂ.૮૦૦૦નું વાછરડું ચોરી જવા અંગે ગુનો નોંધી ખાડીયા પીઆઈ એ.એમ.તડવી અને ટીમ તપાસ હાથ ધરી છે. આ પેહલાં પણ ગાયકવાડ હવેલી વિસ્તારમાં વાછરડું ચોરી જવાની ઘટનાનો ભેદ હજુ ઉકેલાયો નથી ત્યાં હવે ઘરઆંગણે બાંધેલું વાછરડું ચોરાતા પોલીસે તપાસ હાથ ધરી છે.