Western Times News

Gujarati News

ગાયક જીગરદાન ગઢવીને પોતાની વહાલમ મળી ગઈ

મુંબઈ: વહાલમ આવો ને આ શબ્દો કાને પડતાં જ સિંગર જીગરાની યાદ આવી જાય. લવની ભવાઈ ફિલ્મનું આ ગીત આજે પણ જાણીતા રોમેન્ટિક ગુજરાતી ગીતોમાં સ્થાન પામેલું છે. ગુજરાતના જાણીતા ગાયક જીગરદાન ગઢવી કે જિગરાને પણ પોતાની વહાલમ મળી ગઈ છે. આમ તો, જીગરા છેલ્લા દોઢ વર્ષથી રિલેશનશીપમાં છે પણ હાલમાં જ તેણે પોતાની પ્રેમિકાની ઓળખ દુનિયાને કરાવી છે. જીગરદાને હાલમાં જ સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પોતાની ગર્લફ્રેન્ડ યતી ઉપાધ્યાય સાથેની તસવીર શેર કરી હતી.

આ બંનેની જાેડી પર ફેન્સ અને ફોલોઅર્સે ખૂબ પ્રેમ વરસાવ્યો હતો. યતી સાથેની તસવીર શેર કરતાં જીગરદાને લખ્યું, આ રહી તે યતી ઉપાધ્યાય હું આ છોકરીને પાગલની જેમ પ્રેમ કરું છું. પ્લીઝ પ્રાર્થના કરજાે કે અમે જલદી મળી શકીએ. યતી સાથે પહેલી મુલાકાત ક્યારે થઈ એ વિશે વાત કરતાં જીગરદાને જણાવ્યું, ૨૦૧૯ના ઓક્ટોબર મહિનામાં એડિલેડમાં મારા શો હતા. એ વખતે મારી મુલાકાત યતી સાથે થઈ હતી.

યતી આ શોને હોસ્ટ કરી રહી હતી. મેં તેને પહેલીવાર જાેઈ અને અમારી આ મુલાકાત ખૂબ જ ફોર્મલ હતી. ત્યારબાદ એડિલેડમાં જ એક ગેટ-ટુ-ગેધરમાં ફરી અમારી મુલાકાત થઈ. હું ત્યાં થોડા દિવસ રહ્યો હતો. એ વખતે અમે નંબર એક્સચેન્જ કર્યા અને એકબીજા સાથે વાતો કરવાની શરૂઆત કરી. ધીમે-ધીમે અમને લાગ્યું કે અમારે એકબીજાને ડેટ કરવા જાેઈએ. હું મેલબર્ન ગયો અને ત્યાં તેને પ્રપોઝ કરી હતી.

બાદમાં તેના ઘરે ગયો અને બંનેના પેરેન્ટ્‌સ સાથે અમારી રિલેશનશીપ વિશે વાત કરી હતી. અમારા પેરેન્ટ્‌સને સંબંધ સામે કંઈ જ વાંધો નહોતો. અમે છેલ્લે એકબીજાને મળ્યા તેના ૧૮ મહિના થઈ ગયા છે. અમે લોન્ગ-ડિસ્ટન્સ રિલેશનશીપમાં છીએ. ઓસ્ટ્રેલિયામાં મારા શો હતા એટલે ફેબ્રુઆરીમાં મેં ત્યાં જવાનો પ્લાન બનાવ્યો હતો. પરંતુ વિશ્વમાં પ્રવર્તી રહેલી પરિસ્થિતિ અમારા વિચારોથી વિપરીત છે. એટલે ૧૮ મહિનાથી અમે રૂબરૂ મળ્યા નથી”, તેમ જીગરદાને ઉમેર્યું.

જણાવી દઈએ કે, યતી ઓસ્ટ્રેલિયાની નાગરિક છે. મતલબ કે જીગર અને યતી બે અલગ દેશોમાં રહે છે. મહામારી વિશે વાત કરતાં જીગરદાને કહ્યું, “મહામારીને લીધે ઘણાં લોકોના અંગત જીવન વેરવિખેર થયા છે. ખાસ કરીને એ લોકો જે જુદા જુદા દેશોમાં ફસાઈ ગયા છે. મહામારીના કારણે ઘણાં પરિણીત કપલને એકબીજાથી અલગ રહેવું પડી રહ્યું છે. વૈશ્વિક સરકારોએ આ મુદ્દે પણ ધ્યાન આપવું જાેઈએ. અંગત જીવનમાં આવેલી સમસ્યાઓને લીધે લોકોના માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર થઈ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.