Western Times News

Gujarati News

ગાયક-સંગીતકાર બપ્પી લહેરીનું ૬૯ વર્ષની વયે નિધન

મુંબઈ, જાણીતા ગાયક-સંગીતકાર બપ્પી લહેરીનું અવસાન થયું છે. હિન્દી સિનેમામાં ડિસ્કો મ્યૂઝિકને લોકપ્રિય બનાવનારા સંગીતકાર બપ્પી લહેરીએ ૬૯ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, તેમણે મુંબઈની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે.

ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં ડૉક્ટરે આ વાતની પુષ્ટિ કરી છે. પ્રેમથી તેઓ બપ્પી દા તરીકે જાણીતા હતા. બપ્પી દાના ગીતો જેટલા લોકપ્રિય હતા તેટલો જ તેમનો સોના પ્રત્યેનો પ્રેમ પણ જાણીતો હતો. તેમના ગળામાં હંમેશા સોનાના આભૂષણો જાેવા મળતાં.

માત્ર ગળા જ નહીં તેમની આંગળીઓ અને હાથમાં પણ આભૂષણ પહેરતા હતા. મીડિયા રિપોર્ટ પ્રમાણે, બપ્પી લહેરી મુંબઈની Criticare હોસ્પિટલમાં દાખલ હતા. હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. દીપક નામજાેશીએ જણાવ્યું કે, બપ્પી દા એક મહિનાથી હોસ્પિટલમાં દાખલ હતા. સોમવારે (૧૪ ફેબ્રુઆરી)એ તેમને ડિસ્ચાર્જ કરાયા હતા પરંતુ મંગળવારે તેમની તબિયત બગડી હતી. જે બાદ પરિવારે ડૉક્ટરને ઘરે બોલાવ્યા હતા. ત્યાંથી તેમને હોસ્પિટલમાં શિફ્ટ કરાયા હતા. ડૉક્ટરનું માનીએ તો, બપ્પી દાને સ્વાસ્થ્ય સંબંધિત ઘણી તકલીફો હતી.

મીડિયા રિપોર્ટ અનુસાર, બપ્પી દાનું અવસાન OSAના કારણે થયું છે. બપ્પી લહેરીના અવસાનથી બોલિવુડમાં શોકની લહેર ફરી વળી છે. સોશિયલ મીડિયા પર સેલેબ્સ ડિસ્કો કિંગને યાદ કરીને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

બપ્પી લહેરીના અવસાનના સમાચાર સાંભળ્યા બાદ ફિલ્મમેકર અશોક પંડિતે ટિ્‌વટ કરતાં લખ્યું, રોકસ્ટાર બપ્પી લહેરીજીના અવસાનના સમાચાર સાંભળીને આઘાતમાં છું. વિશ્વાસ નથી થતો કે મારા પાડોશી હવે આ દુનિયામાં નથી રહ્યા. તમારું સંગીત હંમેશા અમારા દિલમાં રહેશે.

મહત્વનું છે કે, ૬ ફેબ્રુઆરીએ સૂર સામ્રાજ્ઞી લતા મંગેશકરનું નિધન થયું હતું. તેમના નિધનના આઘાતમાંથી બહાર નહોતા આવ્યા ત્યાં જ બપ્પી લહેરીનું અવસાન થતાં ફિલ્મ ઈન્ડસ્ટ્રી શોકમાં ડૂબી છે. ચલતે ચલતે, ડિસ્કો ડાન્સર, શરાબી વગેરે જેવા તેમના ડિસ્કો નંબર્સ ખૂબ પોપ્યુલર થયા હતા. બોલિવુડમાં બપ્પી દાનું છેલ્લું ગીત ‘ભંકાસ’ હતું જે તેમણે ટાઈગર શ્રોફ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ બાગી ૩ માટે બનાવ્યું હતું. મહત્વનું છે કે, ગત વર્ષે પીઢ ગાયકને કોરોના થતાં તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

બપ્પી લહેરીનું અસલી નામ આલોકેશ લહેરી હતું. તેમનો જન્મ બંગાળના બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમણે માત્ર ૩ વર્ષની ઉંમરથી તબલા વગાડવાનું શરૂ કર્યું હતું. પ્રારંભિક તાલીમ તેમને માતાપિતાએ ઘરે અપાવી હતી. બપ્પી દાને ડિસ્કો કિંગનું ઉપનામ મળ્યું હતું કારણકે તેમણે ભારતીય સિનેમામાં Synthesized Disco મ્યૂઝિકને પોપ્યુલર કર્યું હતું. બપ્પી લહેરીને ૨૦૧૮માં લાઈફ ટાઈમ અચિવમેન્ટથી સન્માનિત કરાયા હતા. જણાવી દઈએ કે, બપ્પી લહેરીના બે સંતાનો છે દીકરો બાપ્પા લહેરી અને દીકરી રીમા લહેરી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.