Western Times News

Gujarati News

ગાયના પેટમાં સોય, સિક્કા અને ગ્લાસના ટૂકડા મળ્યા

ત્રણ ડૉક્ટરોએ ગાયની સર્જરી કરી-ગાયના પેટનો એક્સ-રે, અલ્ટ્રાસાઉન્ડ કરાતાં ડૉક્ટરોના હોશ ઊડ્યા, ૪ કલાક બાદ ૭૧ કિ.ગ્રા કચરો બહાર કાઢ્યો

ફરીદાબાદ, સરકારના તમામ પ્રયાસો બાદ પણ પોલિથીનના ઉપયોગ પર પ્રતિબંધ નથી લાગી શક્યો. આ જ કારણ છે કે પર્યાવરણની સાથે જ તે રસ્તે રઝળતા પશુઓ પર તેની અસર જાેવા મળી રહી છે અને તેમને ભોગવવું પણ પડી રહ્યું છે. હાલમાં જ હરિયાણાના ફરીદાબાદ જિલ્લામાં એક દુર્ઘટનામાં ઘાયલ થયેલી ગાયની સર્જરી કરવામાં આવી.

આ દરમિયાન તેના પેટમાંથી ૭૧ કિલોથી વધુ પોલિથીન કાઢવામાં આવી અને સાથોસાથ કચરો પણ કાઢવામાં આવ્યો. ગાયના પેટમાંથી પોલિથીન, સોય, સિક્કા, પથ્થર અને ખીલ્લી પણ મળી આવી છે. દેવઆશ્રય હૉસ્પિટલના ડૉક્ટર અતુલ મોર્યના જણાવ્યા મુજબ, ગાયની સર્જરી સફળ રહી પરંતુ તે હજુ ખતરાથી બહાર નથી.

આગામી ૧૦ દિવસ ખૂબ જ અગત્યના રહેશે. નોંધનીય છે કે ડૉક્ટર અતુલ સાત વર્ષીય ગાયની સર્જરી કરનારી ત્રણ સભ્યોની ટીમનો હિસ્સો હતા. ગાયને એનઆઇટી-૫ ફરીદાબાદથી રેસ્ક્યૂ કરવામાં આવી હતી. જ્યાં એક કારે ગાયને ટક્કર મારી દીધી હતી. ગાયને ફરીદાબાદની દેવઆશ્રય હૉસ્પિટલમાં લાવવામાં આવી હતી.

જ્યાં ગાય દુખાવાના કારણે પોતાના પેટ પર લાત મારી રહી હતી. ત્યારબાદ ગાયનો એક્સ-રે અને અલ્ટ્રાસાઉન્ડ ટેસ્ટ કરવામાં આવ્યો. ટેસ્ટમાં ગાયના પેટની અંદર હાનિકારક પદાર્થો હોવાની પુષ્ટિ થઈ હતી. ગાયના પેટના ચાર હિસ્સાઓને સાફ કરવામાં લગભગ ચાર કલાકનો સમય લાગ્યો, જેમાં મોટાભાગમાં પોલિથીન હતી. ડૉક્ટરોનું કહેવું છે કે ગાયનું પાચન તંત્ર જટિલ છે.

જાે પોલિથીન લાંબા સમય સુધી તેમાં રહે છે તો તે પેટ સાથે ચોંટી જાય છે. તેનાથી હવા ભરાઈ શકે છે. આ સ્થિતિમાં એક પશુ પડી શકે છે અથવા તો પેટને લાત મારવાનું શરૂ કરી શકે છે, પરંતુ પશુના પેટની અંદર ૭૧ કિલો કચરો ખોવો ખતરનાક બાબત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.