ગાયને રાષ્ટ્રીય કામધેનુ જાહેર કરવાની માંગ સાથે ઉપવાસ ઉપર બેઠેલા હરિદાસ મહારાજ
ગાંધીનગર, હિન્દુઓની આસ્થાના પ્રતિક સમી ગાય ને રાષ્ટ્રીય કામધેનુ જાહેર કરવા ની માંગ સાથે રવિવાર સવારે આમરણાંત ઉપવાસ ઉપર બેઠેલા હરિદાસ મહારાજ ને પોલીસે અટકાવતા, હવે તેઓ સચિવાલય સામે સ્ટાફ ટ્રેનિંગ કૉલજની પાછળ આવેલા રોકડીયા હનુમાન મંદિર ખાતેથી, પોતાનું ઉપવાસ આંદોલન ચાલુ રાખવાના હોવાનું જણાવ્યું છે.
ગાંધીનગર સેકટર ૬ સત્યાગ્રહ છાવણી ઉપર આજે રવિવારે હરિદાસ મહારાજ ઉપવાસ ઉપર બેઠા હતા. ગાય ને રાષ્ટ્રીય કામધેનુ જાહેર કરવા ની માંગ સાથે આમરણાંત ઉપવાસ ઉપર બેઠેલા હરિદાસ મહારાજ સહિત તેઓની સાથે આવેલા ગૌ ભક્તો ને પોલીસે સ્થળ ઉપર થી હટાવી લીધા હતા.
જાેકે, પોતાની માંગને વાજબી ગણાવતા હરિદાસ મહારાજે આમરણાંત ઉપવાસ ચાલુ રાખવાનું જાહેર કર્યું હતું. સેક્ટર ૭ પોલીસ મથકથી બહાર નીકળતી વખતે હરિદાસ મહારાજે ગૌ ભક્તોને જણાવ્યું હતું કે સેકટર ૧૭ જૂના સ્ ન્ છ ક્વાર્ટર મા, સ્ટાફ ટ્રેનિંગ કૉલેજ ની આવેલ રોકડીયા હનુમાનજી ના મંદિર ખાતે તેઓ ઉપવાસ આંદોલન ચાલુ રાખશે.
ગાય પ્રત્યે અખૂટ લાગણી ધરાવતા હરિદાસ મહારાજે ગાયને રાષ્ટ્રીય કામધેનુ જાહેર કરવાની માંગ ને પરિપૂર્ણ કરવા માટે પોતાના છેલ્લા શ્વાસ સુધી ઉપવાસ કરવાની જાહેરાત કરી હતી.