ગાયો માટે દેશમાં પ્રથમ એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવા આ રાજ્ય કરી રહ્યુ છે તૈયારી
લખનઉ, ઉત્તર પ્રદેશની સરકાર ગંભીર રોગોથી પીડાતી ગાયો માટે એક એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવા જઈ રહી છે એમ રાજ્ય ડેરી વિકાસ, પશુપાલન અને મત્સ્યક્ષેત્રના મંત્રી લક્ષ્મી નારાયણ ચૌધરીએ રવિવારે કહ્યું હતું. મંત્રીએ જણાવ્યું હતું કે આ નવી યોજના માટે ૫૧૫ જેટલી એમ્બ્યુલન્સ તૈયાર છે, જે આ પ્રકારની દેશમાં પ્રથમ યોજના છે.
આપાતકાલીન સેવા નંબર ૧૧૨ સાથે આ નવી સેવા ગંભીર રીતે બીમાર ગાયોની ઝડપી સારવાર માટેનો માર્ગ મોકળો કરશે. મથુરામાં તેમણે પત્રકારને આમ જણાવ્યું હતું. તેમણે આગળ જણાવ્યું હતું કે સેવા મેળવવા માટે વિનંતી કર્યાના ૧૫થી ૨૦ મિનિટના સમયગાળામાં પશુ ચિકિત્સા અને બે સહયોગી તબીબો આવી પહોંચશે
ડિસેમ્બર સુધીમાં નિર્ધારીત આ યોજના હેઠળ લખનૌ ખાતે ફરિયાદ સાંભળવા માટે એક કોલ સેન્ટરની સ્થાપના કરવામાં આવશે. રાજ્યના આઠ જિલ્લાઓમાં આ યોજના વાયરલ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવશે. આના કારણે રખડતા ઢોરની સમસ્યાઓનું પણ સમાધાન આવી જશે. એમ તેમણે જણાવ્યું હતું.