Western Times News

Gujarati News

ગાય નહી પકડવા માટે લાંચ લેતો PI એસીબીએ ઝડપાયો

અમદાવાદ, એસીબીની ટ્રેપમાં અમદાવાદના પીઆઇ લાંચ લેતા ઝડપાયા છે. વિવાદાસ્પદ પીઆઇ એફ એમ કુરેશી લાંચ લેતા ઝડપાયા છે. એસીબીએ છટકું ગોઠવી પીઆઈને લાંચ લેતા ઝડપી પાડ્યા છે. તેઓ કોપોરેશનની ગાય અંકુશ વિભાગમાં પીઆઈ તરીકે ફરજ બતાવતા હતા. જેઓ ગાયો નહિ પકડવાના હપ્તા અને દિવાળી બોનસ પેટે ફરિયાદી પાસે રૂ. ૧૦ હજારની લાંચ માગતા પકડાયા છે.

ગુજરાતભરમાં રખડતા ઢોરોનો ત્રાસ છે. અમદાવાદમાં પણ ઢોરોનો આતંક છવાયેલો છે. અહી રોડ પર ઢોર અડીંગો જમાવીને બેસેલા હોય છે. આ ઢોરને ગમે ત્યારે પકડી લેવામાં આવે છે અને છોડી દેવાય છે. તો કેટલાક માલિકોના પ્રાણીઓને પકડવામાં આવતા નથી.

કોર્પોરેશનનું સીએનસીડી વિભાગ કામગીરી કરતું નથી તેવા અનેક સવાલો ઉઠ્‌યા છે. ત્યારે હવે પુરાવા પણ સામે આવી રહ્યાં છે. માત્ર નામની કામગીરી બતાવવા કેટલીક ગાયો પકડી લે છે. ગાયો નહિ પકડવા માટે ઢોર પાર્ટીમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને પોલીસ કર્મચારીઓ હપ્તા લેતા હોય છે.

આવી સમસ્યાઓ વારંવાર ઉઠે છે છતા કોઈ નિવેડો આવતો નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઢોર પાર્ટીમાં ફરજ બજાવતા પીઆઈ એફએમ કુરેશી લાંચ લેતા પકડાયા છે. ગાયો ન પકડવા માટે તેઓ લાંચ પેટે દર મહિને ૧૦૦૦૦ રૂપિયાની માંગણી કરે છે.

જાે ન આપે તો કેસ કરવાની ધમકી આપે છે. ઢોર ન પકડવા માટે કુરેશી હપ્તા બાઁધ્યા હતા. ત્યારે આ મામલે ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો.

એસીબીએ છટકુ ગોઠવીને કુરેશીને લાંચ લેતા પકડી પાડ્યા છે. ગઈકાલે સાંજે એસીબી દ્વારા છટકાનુ આયોજન કરાયુ હતુબં, જેમાં એરપોર્ટ સર્કલ પાસે લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, પીઆઈ એફ એમ કુરેશી અગાઉ પણ ઘણા વિવાદમાં આવી ચૂક્યા છે. કુરેશી પર બળાત્કારના કેસમાં પણ જેલની હવા ખાઈ ચૂક્યા છે. તેમજ તેમના પર ગુજરાત હાઈકોર્ટમાં બોમ્બ પ્લાન્ટ કરવાનો પણ આરોપ હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.