ગાય સાથે બાઈક ભટકાતા યુવકના થયેલા મોતમાં ૫૬ લાખના વળતરનો આદેશ
વડોદરા, રખડતા ઢોરોની સમસ્યા રાજ્યમાં ઘણી પેચીદી બની ગઈ છે. જાે આ સમસ્યાને દૂર કરવા માટે રખડતાં ઢોરો પર પ્રતિબંધ લદાય તો માલધારી સમાજ બાંયો ચઢાવે છે અને ચૂંટણીના વર્ષને ધ્યાને રાખતાં જાે આવો કોઈ પ્રતિબંધ ન લાદવામાં આવે તો રસ્તે રખડતા ઢોર રાજ્યના કોઈને કોઈ ખૂણમાં કોઈ વ્યક્તિનો જીવ લઈ લે છે.
જાેકે હવે આવી જ એક રખડતા ઢોરથી મૃત્યુ થવાની ઘટનામાં મૃતકના કુટુંબને કોર્ટે ૫૬ લાખ રૂપિયા ચૂકવવા આદેશ કરતાં ફરી એકવાર રખડતાં ઢોરનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. બનાવની ઘટના મુજબ વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર ગાય સાથે બાઈક ભટકાતાં બાઈક સ્લીપ થઇ જતાં ચાલકનું મોત થયું હતું
આ અંગે મૃતકના પરિવારજનો કોર્ટમાં વળતરનો દાવો કરતાં પાલિકા,ગુજરાત સરકાર અને પોલીસ કમિશ્નરને વળતર પેટે રુ. ૫૬ લાખ ચુકવવા માટે કોર્ટે હુકમ કર્યો છે.