ગાર્ડન,ધર્મશાળા અને મેરેજ ગાર્ડનમાં કવારંટાઇન સેંટર બનશે
ઇન્દોર: કોવિડ સંક્રમિતોની વધતી સંખ્યાને કારણે જયાં હોસ્પિટલોમાં બેડ ફુલ થઇ ગયા છે ત્યારે હવે સંક્રમિત દર્દીઓને હવે મેરેજ ગાર્ડન ધર્મશાળા અને ગાર્ડનમાં કવારંટાઇન સેંટર બનાવી રાખવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
શહેરના કમિશ્નર પ્રતિભા પાલ દ્વારા આ સંબંધમાં તમામ ભવન અધિકારીઓની બેઠક લેવામાં આવી હતી આ બેઠકમાં ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યાં હતાં. પ્રતિભા પાલે બેઠકમાં કહ્યું કે કોવિડ સંક્રમિત લોકો અને તેમના પરિવારને આવશ્યકતા થવા પર કવારંટાઇન કરવાની જરૂરતને જાેતા તમામ ભવન અધિકારીને નિર્દેશિત કરવામાં આવ્યા છે
તે પોત પોતાના ક્ષેત્રના મેરેજ ગાર્ડન હોટલ ધર્મશાળા ગાર્ડન કમ્યુનટી હોલ વગેરે સ્થાનોનો સર્વે કરી રિપોર્ટ તૈયાર કરે આ સ્થાનો પર સર્વે કરી ત્યાં મોજુદ પાણી લાઇટ કુલર પંખા રહેવા અને રોકાવવાની વ્યવસ્થા વગેરેની બાબતમાં પણ સ્થિતિ સ્પષ્ટ કરે કમિશ્નરે પૂર્વમાં જે સ્થાનો પર મેરેજ દાર્ડન અને હોટલોમાં કવારંટાઇન સેન્ટર બનાવ્યા હતાં તે તમામની યાદી લઇ તે સ્થાનોનું સર્વે કરવા અને નવા સ્થાન જયાં દર્દીઓને કવારંટાઇન કરી રોકી શકાય છે તેની પણ યાદી તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો છે