ગિનીમાં સૈન્ય બળવો, રાષ્ટ્રપતિ આલ્ફા કોન્ડે રહસ્યમય રીતે ગુમ

કોનાક્રી, અફઘાનિસ્તાનની સરકારને ઉથલાવ્યા બાદ તાલિબાનોએ સત્તા કબજે કરી છે. આવા સમયે આફ્રિકન દેશ ગિનીમાં સમાન પરિસ્થિતિઓ સર્જાઇ રહી છે. ગિનીની રાજધાની કોનાક્રીમાં રાષ્ટ્રપતિ ભવન પાસે મોટાપાયે ગોળીબાર થયો હોવાના અહેવાલ છે. રાષ્ટ્રપ્રમુખ આલ્ફા કોન્ડે પણ ગુમ થઇ ગયા છે. રવિવારના રોજ ગિનીમાં લશ્કરના બળવાખોર જૂથે સરકારને ઓફિસમાંથી દૂર કરીને તખ્તા પલટના કાવતરાને અંજામ આપવાનો પ્રયાસ કર્યો છે.
એએફપી ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ, સેનાના બળવાખોર કર્નલે એક રાષ્ટ્રીય ચેનલ પર જાહેરાત કરી હતી કે, રાષ્ટ્રપતિ ભવન પાસે શેલિંગના કલાકો બાદ રાષ્ટ્રપતિ આલ્ફા કોન્ડેની સરકાર વિખેરી નાખવામાં આવી છે. એટલું જ નહીં દેશની સરહદ સીલ કરી દેવામાં આવી છે.
કોનાક્રી શહેરમાં એક પશ્ચિમી રાજદ્વારીએ આ ઘટનાને બળવાના પ્રયાસ તરીકે વર્ણવી છે. ગિનીની રાજધાની કોનાક્રીમાં રવિવારની સવારે ગોળીબારનો અવાજ સંભળાયો હતો અને સૈનિકો રસ્તા પર દેખાયા હતા. એક વરિષ્ઠ પત્રકાર જાેયસ કરમે પોતાના ટ્વીટમાં જણાવ્યું હતું કે, ગિનીમાં સૈન્ય બળવો ચાલી રહ્યો છે.
રાષ્ટ્રપતિ આલ્ફા કોન્ડેની કથિત રીતે ધરપકડ કરવામાં આવી હતી, બંધારણ રોકી દેવામાં આવ્યું હતું. રાજ્ય સંસ્થાઓ વિખેરી નાખવામાં આવી છે, જાહેર પ્રસારણ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જાેયસ કરમે આ અંગેનો એક વીડિયો પણ શેર કર્યો છે.
આ વીડિયોમાં સ્પષ્ટ જાેઈ શકાય છે કે, બળવાખોર સૈનિકો સશસ્ત્ર વાહનો સાથે શેરીઓમાં ફરી રહ્યા છે. આ સાથે સૈનિકોનો કાફલો પણ આ વીડિયોમાં જાેઇ શકાય છે. રાષ્ટ્રપતિ અંગે કોઇ જાણકારી નહીં આ ઘટના બાદ રાષ્ટ્રપતિ કોન્ડે હાલમાં ક્યાં છે, તે વિશે કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી. કોન્ડેની ત્રીજી ટર્મમાં છેલ્લા કેટલાક સમયથી ભારે ઉથલપાથલ સાથે ટીકા પણ થઈ રહી છે. જે બાદ સતત હિંસક દેખાવો થઇ રહ્યા હતા.HS