Western Times News

Gujarati News

ગિરનાર રોપ-વેનું ભાડું પાવાગઢ કરતાં ૬ ગણું વધારે, ભાવ ઘટાડો

No need to climb the hill of Chotila: rope way approved by govt. 

જૂનાગઢ: જૂનાગઢમાં વિશ્વના સૌથી મોટા મંદિર રોપ-વેના ભાડાના કારણે વિવાદ અને વિરોધનો વંટોળ ઊભો થયો છે. જૂનાગઢના ધારાસભ્ય ભીખા ભાઈ જોષીએ ગિરનાર રોપ-વેનું ભાડું સામાન્ય વર્ગને પોસાય તેટલું રાખવાની માંગ કરી છે. તેમણે કહ્યું છે કે આ રોપ-વે પાવાગઢ કરતાં ૩ ગણો લાંબો છે પરંતુ તેનું ભાડું ૬ ગણું વધારે છે.

ભાડું ૩૦૦ રૂપિયા જેટલું રાખે તો કંપનીને પણ પોશાષે
આનું ભાડું સામાન્ય વર્ગને પોસાય તેટલું રાખવામાં આવે. ભીખા જોષીએ પોતાના લેટર પેડ પરથી લખેલો પત્ર મુખ્યમંત્રી રૂપાણીને ટાંક્યો છે. તેમની માંગ છે કે ગરીબ વર્ગ આ રોપ-વેનો લાભ નહીં લઈ શકે માટે સરકાર અને મુખ્યમંત્રી દરમિયાનગીરી કરે અને ભાડું ૩૦૦ રૂપિયા જેટલું રાખે તો કંપનીને પણ પોશાષે અને લોકોને પણ પોસાય. હાલમાં ગિરનાર રોપ-વેમાં એક વ્યક્તિની રિટર્ન ટિકિટ ૭૦૦ રૂપિયા પ્લસ ૧૮ ટકા જીએસટી રાખવામાં આવ્યો છે.

ગીરનાર રોપવે પ્રોજેક્ટ ભવનાથ તળેટી થી લઈને અંબાજી મંદિર સુધીનો છે.
આ સ્થિતિના કારણે જૂનાગઢમાં ગિરનાર રોપ-વેમાં આવતા જતા પ્રવાસીઓની સંખ્યા વધારે નહીં થાય તેવી આશંકા ભીખા જોષી વ્યક્ત કરી રહ્યા છે. તેમના મતે રિટર્ન ટિકિટનો દર ૩૦૦ રૂપિયા હોવો જોઈએ. ગીરનાર રોપવે પ્રોજેક્ટ ભવનાથ તળેટી થી લઈને અંબાજી મંદિર સુધીનો છે. જેમાં કુલ ૯ ટાવર ઉભા કરાયા છે.

advt-rmd-pan

ભવનાથ તળેટીથી લઈને અંબાજી સુધીનું અંતર ૨.૩ કીમીનું છે. જે રોપવે થી પ્રવાસીઓ ૭ મિનિટમાં તળેટીથી અંબાજી પહોંચી શકશે.
તેમાં ૬ નંબરનો ટાવર કે જે ગીરનારના એક હજાર પગથીયા પાસે આવેલો છે તે ટાવર આ યોજનાનો સૌથી ઉંચો ટાવર છે જેની ઉંચાઈ ૬૭ મીટર છે. ભવનાથ તળેટીથી લઈને અંબાજી સુધીનું અંતર ૨.૩ કીમીનું છે. જે રોપવે થી પ્રવાસીઓ ૭ મિનિટમાં તળેટીથી અંબાજી પહોંચી શકશે.

રોપવે જૂનાગઢ-એશિયાનો સૌથી મોટો રોપવે પ્રોજેકટ છે.
શરૂઆતના તબક્કામાં ૨૪ ટ્રોલી લગાવાશે, એક ટ્રોલીમાં ૮ લોકો બેસી શકે તેવી ક્ષમતા છે એટલે કે એક ફેરામાં ૧૯૨ પ્રવાસીઓ મુસાફરી કરી શકશે. ગીરનારના અંબાજી સુધીનો આ રોપવે જૂનાગઢ-એશિયાનો સૌથી મોટો રોપવે પ્રોજેકટ છે. અંબાજી સુધીનું અંતર જ ૫૦૦૦ કરતાં વધુ પગથિયાનું છે

ત્યારે આ રોપવે એક બેંચ માર્ક સાબિત થશે. હાલમાં ગીરનાર રોપ-વે માટે આવેલી ટ્રોલીનું ટ્રાયલ રોજ કરવામાં આવે છે. લોડ ટ્રાયલ સાથે એર વેન્ટિલેશન વગેરેનું અવલોકન કરવામાં આવી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.