ગિરીશચંદ્ર મુર્મૂ દેશના પ્રથમ આદિવાસી CAG બન્યા
નવી દિલ્હી, ગિરીશ ચંદ્ર મુર્મૂએ જ્યારે ગુરુવારે સાંજે જમ્મુ કાશ્મીરના લેફ્ટિનેન્ટ ગર્વનરના પદથી રાજીનામું આપ્યું તો તત્કાળ અટકળો થવા લાગી હતી કે તેમના સ્થાને હવે જમ્મુ કાશ્મીરમાં કોને મોકલવામાં આવશે. જોકે મુર્મૂ વિશે કોઈને શંકા ન હતી કે તે જમ્મુ કાશ્મીરનું લેફ્ટિનેન્ટ ગર્વનર પદ કેમ છોડી રહ્યા છે.
રાજીનામાના સમાચાર આવતા જ એ સમાચાર ફેલાઈ ગયા હતા કે તે નવા સીએજી તરીકે રાજીવ મહર્ષિનું સ્થાન લેવા જઈ રહ્યા છે. હંમેશા મોદી રાજમાં આવું થતું નથી કે સત્તાવાર જાહેરાત પહેલા આવેલી સૂચના કે અટકળો સાચી પડી હોય પણ મુર્મૂના મામલે આ ૧૦૦ ટકા સાચી સાબિત થઈ છે. એક તરફ જ્યાં મનોજ સિન્હાની જમ્મુ કાશ્મીરના નવા લેફ્ટિનેન્ટ ગર્વનર તરીકે નિયુક્તિની જાહેરાત થઈ ત્યારે મુર્મૂને દેશના નવા સીએજી તરીકે નિમણુકની પણ જાહેરાત થઈ હતી.
મુર્મૂ ઓડિશાના મયુરગંજથી આવે છે. આઠ ભાઈ બહેનોમાં સૌથી મોટા, માતા સ્કૂલ શિક્ષિકા તો પિતા રેલવેમાં કામ કરતા હતા. બે વર્ષ પહેલા જ પિતાનું નિધન થયું હતું. માતા હજુ પણ ઓડિશામાં રહે છે. જેમને જોવા માટે મુર્મૂ ઘણી વખત ઓડિશા જાય છે.
૧૯૮૫માં આઈએએસ બન્યા પહેલા મુર્મૂ થોડા સમય સુધી ભારતીય સ્ટેટ બેંકના પ્રોબેશનરી અધિકારી તરીકે પણ કામ કર્યું છે. તે સમયે કોને ખબર હતી કે એક દિવસે તે પોતે ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ સર્વિસિસની આગેવાની કરશે. જે વિભાગ બધી બેંકોના પરિચાલનને જુવે છે.
જ્યાં સુધી ગુજરાતનો સવાલ છે તો ત્યાં લોકોનું મુર્મૂ તરફ ધ્યાન ત્યારે ગયું જ્યારે તે યૂકેની બર્મિઘમ યુનિવર્સિટીથી એક વર્ષનો એમબીએ કોર્સ ખતમ કરીને વર્ષ ૨૦૦૪ના સપ્ટેમ્બરમાં ગુજરાત પરત ફર્યા હતા. તેમની આવતા જ ગુજરાત સરકારના ગૃહ વિભાગમાં સચિવ તરીકે નિમણુક કરી હતી.
આ પદ પર મુર્મૂ સાડા ત્રણ વર્ષ રહ્યા હતા. આ એ સમય હતો જ્યારે ૨૦૦૨ના ગુજરાતના રમખાણ પછી સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર ઘણા મામલાને ફરી ખોલવામાં આવ્યા હતા અને એન્કાઉન્ટરના ઘણા મામલાને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. મુર્મૂએ ઘણી મજબૂતી અને મહેનત સાથે ગુજરાત સરકાર તરફથી કોર્ટમાં આ કાયદાકીય લડાઈને અસરકારક ઢંગથી લડી હતી.SSS
આ પણ વાંચોઃ
https://westerntimesnews.in/news/62855