ગિલગિટ બાલ્ટિસ્તાનમાં ચુંટણી કરવાની જાહેરાતથી ભારત નારાજ
નવીદિલ્હી, ભારતે ગિલગિટ બાલ્ટિસ્તાનમાં ચુંટણી કરાવવાની જાહેરાત કરવા પર પાકિસ્તાન પર જાેરદાર પ્રહારો કરતા કહ્યું કે સૈન્ય માધ્યમથી કબજાે કરવામાં આવેલા ક્ષેત્રની સ્થિતિમાં પરિવર્તન કરવાના કોઇ પણ પગલાની કોઇ બંધારણીયતા નથી. વિદેશ મંત્રાલયના પ્રવકતા અનુરાગ શ્રીવાસ્તવે ડિઝીટલ પ્રેસ વાર્તામાં કહ્યું કે સૈન્ય માધ્યમથી કબજાે કરવામાં આવેલ ક્ષેત્ર ગિલગિટ બાલ્ટિસ્તાનની સ્થિતિમાં પરિવર્તન કરવાના કોઇ પણ પગલાની કોઇ બંધારણીયતા નથી અને આ શરૂઆતથી જ ગેરકાયદેસર છે.
એ યાદ રહે કે પાકિસ્તાને ગિલગિટ બાલ્ટિસ્તાનમાં ૧૫ નવેમ્બરે વિધાનસભા ચુંટણી કરાવવાની જાહેરાત કરી છે આ મુદ્દા પર પાકિસ્તાની નેતૃત્વના નિવેદનનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે પાકિસ્તાનને ભારતના આંતરિક મામલામાં હસ્તક્ષેપ કરવાનો કોઇ અધિકાર નથી અમારૂ વલણ સ્પષ્ટ અને સતત છે સંપૂર્ણ જમ્મુ કાશ્મીર અને લદ્દાખ ભારતનો અભિન્ન અંગ છે અને હંમેશા રહેશે.HS