ગીતામંદિર વિસ્તારમાં કિશોરીએ આપઘાત કરતા સનસનાટી
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી આત્મહત્યાનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે આ પરિÂસ્થતિમાં શહેરના ગીતામંદિર રોડ પર એક ૧૩ વર્ષની કિશોરીએ પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા અને આત્મહત્યાનું કારણ જાણવા તાત્કાલિક પોલીસ સક્રિય બની છે. આ ઉપરાંત રામોલમાં પણ એક નિઃસંતાન પરિણીતાએ આત્મહત્યા કરી લેતા સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં આત્મહત્યાના કેસો વધતા ખાસ કરીને શહેરના સાબરમતી રિવરફ્રંટ પર પોલીસનું પેટ્રોલીંગ સઘન બનાવવામાં આવ્યું છે આ ઉપરાંત સામાજીક સંસ્થાઓ પણ સક્રિય બની ગઈ છે આ પરિÂસ્થતિ વચ્ચે છેલ્લા બે ત્રણ દિવસથી સતત આત્મહત્યાના કેસો વધવા લાગ્યા છે શહેરના કાગડાપીઠ પોલીસ સ્ટેશન હેઠળના ગીતામંદિર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના ઘટી છે.
ગીતામંદીર રોડ પર આવેલી છોટુભાઈ હાઉસીગ સોસાયટીમાં રહેતા પ્રવિણભાઈ જાદવની ૧૩ વર્ષની પુત્રી હેતલે ગઈકાલે પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી આ દ્રશ્ય જાઈ પરિવારજનોએ ભારે રોકકળ કરી મુકી હતી બીજીબાજુ ઘટનાની જાણ કાગડાપીઠ પોલીસને કરવામાં આવતા ચોંકી ઉઠેલા પોલીસ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને હેતલનો મૃતદેહ નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. કિશોરીએ કરેલા આપઘાતથી ચોંકી ઉઠેલા પોલીસ અધિકારીઓએ આપઘાતનું કારણ જાણવા માટે તમામ પરિવારજનો તથા પાડોશીઓની પુછપરછ શરૂ કરી છે આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે સનસનાટી મચી ગઈ છે.
આત્મહત્યાનો બીજા ચોંકાવનારો બનાવ રામોલ વિસ્તારમાં બન્યો છે જેમાં સિલ્વર સીટી દુર્ગાનગરમાં રહેતી પરિણીતા શંકુતલાબેન મંગલસિંહ કુસ્વા છેલ્લા ઘણા સમયથી માનસિક રીતે અસ્વસ્થ જણાતા હતા લગ્ન જીવન દરમિયાન તેમને સંતાન નહી થતાં તેઓ સતત માનસિક રીતે વ્યથિત રહેતા હતા આ દરમિયાનમાં મનમાં લાગી આવતા બે દિવસ પહેલા તેમણે પોતાના ઘરમાં જ ફિનાઈલ પી ને આપઘાતનો પ્રયાસ કર્યો હતો પરિવારજનો તાત્કાલિક શંકુતલાબેનને હોસ્પિટલે લઈ ગયા હતા પરંતુ હોસ્પિટલમાં તેમની સ્થિતિ સતત લથડવા લાગી અને આખરે ગઈકાલે રાત્રે સારવાર દરમિયાન તેમનું મોત નીપજયું હતું રામોલ પોલીસે આ અંગે પરિવારજનોની પુછપરછ કરતા ઉપરોક્ત કારણ જાણવા મળ્યું હતું.