ગીતામંદીર મોબાઈલ માર્કેટમાંથી ૮૩ લાખથી વધુની નકલી એસેસરીઝ જપ્ત
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરના વિવિધ બજારોમાં મોટી કંપનીઓના નામે અસંખ્ય નકલી વસ્તુઓનું વેચાણ થઈ રહયું છે જેને પગલે બ્રાન્ડેડ કંપનીના અધિકારીઓ આવી ગેરકાયદેસર રીતે વેચાણ કરતા ઈસમો ઉપર નજર રાખી રહી છે જેને પગલે અવારનવાર કોપી રાઈટનો ભંગ કરતો મોટો મુદ્દામાલ મળી આવે છે આવી જ એક કાર્યવાહી દરમિયાન જમાલપુર નજીક ગીતા મંદીર ખાતે આવેલી માર્કેટની ચાર દુકાનોમાં દરોડો પાડીને રૂપિયા ૮૩ લાખથી વધુની એપલ કંપનીની એસેસરીઝ ઝડપી લીધી છે.
આ અંગેની વિગત એવી છે કે એસ.ટી. ગીતામંદીર નજીક આવેલા મોબાઈલ માર્કેટમાં આવેલી કેટલીક દુકાનોમાં એપલ કંપનીની નકલી એસેસરીઝ મળતી હોવાની બાતમી મળતાં જ ખાનગી કોપીરાઈટ અધિકારી વિશાલ જાડેજાએ કાગડાપીઠ પોલીસનો સંપર્ક કર્યો હતો અને પોલીસને સાથે રાખીને ગુરૂવારે સાંજે સાત વાગ્યાના સુમારે વિવિધ દુકાનોમાં દરોડો પાડતાં એમ.કે. સેલ્સ, શ્રી અર્બુદા કમ્યુનીકેશન, કે યુનીક તથા કમલ સ્ટોર નામની દુકાનોમાંથી એપલ કંપનીના સિમ્બોલવાળા હેડફોન, કેબલ, કવર, બ્લુટુથ, ઈયરફોન મોબાઈલ ફોનની બેટરી ઉપરાંતનો રૂપિયા ૮૩ લાખ પ હજારનો સામાન મળી આવ્યો હતો જેમાંથી એમ.કે. સેલ્સમાંથી ૧૮ હજાર, અર્બુદા કમ્યુનીકેશનમાંથી ર૪.૩૦ લાખનો, કે યુનીકમાંથી ર૦.પ૦ લાખનો તથા કમલ સ્ટોરમાંથી ૧ર.ર૭ લાખનો તથા તેના ગોડાઉનમાંથી રપ.રપ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ તમામ વેપારીઓની પૂછપરછમાં તેમણે દિલ્હી તથા મંુબઈ જેવા શહેરોમાંથી આ મુદ્દામાલ મેળવ્યો હોવાનું કબુલ્યુ હતું પોલીસે તમામ વેપારીઓ ઉપરાંત દિલ્હીના વેપારી વિરુધ્ધ કોપીરાઈટનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.