ગીતા અને હરભજન તેમની દિકરી સાથે જાેવા મળ્યાં
નવી દિલ્હી: ભારતીય દિગ્ગજ ખેલાડી હરભજન સિંહ બીજી વખત પિતા બનવા જઈ રહ્યા છે. પત્ની ગીતા બસરા બેબી બમ્પ સાથે જાેવા મળી હતી. હરભજન અને ગીતા જુલાઈમાં માતા-પિતા બનશે. આ દંપતીને પાંચ વર્ષની પુત્રી હિનાયા પણ છે.
ભૂતકાળમાં ગીતા બસરાના બેબી શાવરની ઉજવણી કરવામાં આવતી હતી. ગીતા અને હરભજન સિંહ તેમની દિકરી સાથે જાેવા મળ્યો હતો. ગીતા આ દરમિયાન વનપીસમાં જાેવા મળી હતી. જ્યારે હરભજન સિંહ બ્લ્યું કલરની ટી શર્ટમાં જાેવા મળ્યો હતો.
આ કપલે માર્ચ મહિનામાં માર્ચ મહિનામાં બીજા બાળક અંગેના સમાચાર આપ્યા હતા. ટૂક સમયમાં જ ગીતા બસરા તેના બીજા બાળકને જન્મ આપી શકે છે. હરભજન અને ગીતા બસરા લાંબા સમય સુધી એક બીજા ડેટ કરી રહ્યા હતા. અને ૨૯ ઓક્ટોબર ૨૦૧૫એ બંન્નેએ લગ્ન કર્યા હતા.
હરભજનને તેના આવનારા બાળક સાથે સમય વિતાવવા મળશે. અને ત્યાર બાદ તે આઈપીએલની બીજા ચરણની મેચો રમવામાં વ્યસ્ત થઈ જશે. હરભજનસિંહ કોલકત્તા નાઈટ રાઈડર્સની ટીમમાં છે.