ગીતા કપૂરે અભિનેત્રી શિલ્પા શેટ્ટીને રાખડી બાંધી
મુંબઈ, ૨૨ ઓગસ્ટના રોજ દેશભરમાં રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવશે. સુપર ડાન્સર ચેપ્ટર ૪ના સેટ પર પણ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી. આ ઉજવણી દરમિયાન એક ક્ષણ એવી પણ આવી જ્યારે ગીતા કપૂર અને શિલ્પા શેટ્ટી ભાવુક થઈ ગયા. ગીતા કપૂર શૉના હોસ્ટ અને એક્ટર પારિતોષ ત્રિપાઠીને પોતાનો ભાઈ માને છે. ગીતાએ સ્ટેજ પર જઈને પારિતોષની આરતી ઉતારી અને પછી રાખડી પણ બાંધી. ગીતા કપૂરે શોનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે સુપર ડાન્સરને કારણે તેમને પારિતોષ જેવો ભાઈ અને શિલ્પા જેવી મિત્ર અને બહેન મળી છે. શિલ્પા પણ આ સાંભળીને ભાવુક થઈ ગઈ હતી. મેકર્સે સુપર ડાન્સર ચેપ્ટર ૨માં રાખી સેલિબ્રેશનનો પ્રોમો રિલીઝ કર્યો છે. પ્રોમોમાં ગીતા કપૂર કહી રહી છે કે, આ મંચને કારણે મને એક ભાઈ તો મળ્યો જ છે, પરંતુ એક ઘણી સારી મિત્ર અને બહેન પણ મળી છે. રક્ષા બંધનના દિવસે આપણે માત્ર ભાઈઓને જ કેમ રાખડી બાંધીએ છીએ? શિલ્પા અને ગીતા બન્ને ભાવુક થઈ ગયા હતા.
ગીતાએ શિલ્પાને રાખડી બાંધી તો શિલ્પાએ કહ્યું કે, ગીતાને ખબર છે કે હું તેનો સાથ ક્યારેય નહીં છોડુ અને મને ખબર છે કે તે મારો સાથ ક્યારેય નહીં છોડે. ગીતા અને શિલ્પાની મિત્રતા જાેઈને તમામ લોકો ભાવુક થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે રાજ કુન્દ્રાની ધરપકડ થયા પછી લગભગ ૩ અઠવાડિયા સુધી શિલ્પા શૉ પર હાજર નહોતી રહી. તાજેતરમાં જ તેણે જજ તરીકે કમબેક કર્યું છે. તેણે ઘણી હિંમત એકઠી કરી અને કામ શરુ કર્યું છે. શિલ્પાનંે કન્ટેસ્ટન્ટ્સ અને જજ ગીતા કપૂર અને અનુરાગ બસુએ એવુ સ્વાગત કર્યું કે તે રડી પડી હતી.SSS