ગીતો સાંભળવાની બબાલમાં પતિએ પત્ની પર હુમલો કર્યો
(એજન્સી)અમદાવાદ, શહેરન ફતેહવાડી વિસ્તારમાં પતિએ પરિવાર સામે પત્નીને એટલી હદે માર માર્યો કે તેની આંખમાં ઈજા થઈ છે. પત્ની મ્યુઝિક સિસ્ટમમાં ગીતો વગાડીને કામ કરી રહી હતી ત્યારે પતિએ આવતાની સાથે જ ગીતો બંધ કરી દીધા હતા.
પત્નીએ મ્યુઝિક સિસ્ટમ બંધ કરવાનું કારણ પૂછતાં પતિ ઉશ્કેરાયો હતો અને હેવાનની જેમ હુમલો કરી દીધો હતો. છેલ્લા ઘણા સમયથી પતિના ત્રાસથી પત્ની પીડાતી હતી પરંતુ સંસાર બગડે નહીં તે માટે તે ચૂપચાપ સહન કરતી હતી. ગઈકાલે પત્નીની સહનશક્તિની હદ તૂટી જતાં અંતે તેણે પતિ સામે કાયદાનું શસ્ત્ર ઉગામ્યું છે.
ફતેહવાડી વિસ્તારમાં રહેતી હિના (નામ બદલ્યું છે)એ વેજલપુર પોલીસ સ્ટેશનમાં પતિ પરવેઝ અને સસરા યુનુસ વિરૂદ્ધ હુમલાની ફરિયાદ કરી છે, હિના સંયુક્ત પરિવારમાં રહે છે અને ઘરામ ક રે છે જ્યારે તેનો પતિ ઘરવખરીના સામાનનો ધંધો કરીને ગુજરાન ચલાવે છે.
હિનાના લગ્ન પરવેઝ સાથે વર્ષ ર૦૧રમાં થયા હતા જેમાં તેને હાલ એક સાત વર્ષનો દિકરો પણ છે. લગ્ન બાદ હિના સંયુક્ત પરિવારમાં રહેતી હતી. જ્યાં તેને સાસરિયાના લોકો હેરાન-પરેશાન કરતા હતા.
લગ્નના એક વર્ષ પછી પરવેઝ ઘરકામના મુદ્દે હિના સાથે બબાલ કરતો હતો અને તેની સાથે મારઝૂડ પણ રતો હતો તને કંઈ કામ આવડતું નથી તેમ કહીને પરવેઝ ગાળો બોલતો હતો એ ગડદાપાટુનો માર મારતો હતો. હિનાએ દિકરાને જન્મ આપ્યા બાદ સાસરિયાનો ત્રાસ ચૂપચાપ સહન કરતી હતી. સંતાનનું ભવિષ્ય બગડે નહીં તે માટે તેણે પિયરમાં પણ સાસરિયાના ત્રાસ અંગે વાત કરી ન હતી.
પતિ પરવેઝ જ્યારે જ્યારે તેની સાથે મારઝૂડ કરતો ત્યારે તે સસરા યુનુસ પાસે જતી હતી અને ફરિયાદ કરતી હતી. યુનુસ પણ પુત્રવધૂને સાથ આપવાની જગ્યાએ પરવેઝને સાથ આપતા હતા અને કહેતા હતા કે, મારો દિકરો સારો છો જે તને રાખે છે નહીંતર તેને છૂટાછેડા આપી દેવા જોઈએ. સસરાનો જવાબ સાંભળીને હિનાએ તેની માતા મહેરાજબાનુને જાણ કરી હતી પરંતુ તેની માતાએ પણ ઘરસંસાર બગડે નહીં તે માટે ચૂપ રહેવાની સલાહ આપી હતી.
ગઈકાલે હિના સાસરીમાં હાજર હતી ત્યારે તેણે મ્યુઝિક સિસ્ટમમાં ગીતો વગાડવાના શરૂ કર્યા હતા. પરવેઝ એકદમ આવેશમાં આવી ગયો હતો અને તેણે મ્યુઝિ સિસ્ટમ બંધ કરી દીધી હતી જેથી હિનાએ ગીતો બંધ કરવાનું કારણ પૂછયું હતું. હિનાએ કારણ પૂછતાં પરવેઝ વધુ ઉશ્કેરાયો હતો અને તેણે એકાએક હુમલો કરી દીધો હતો.
પરવેઝે સાસરિયા સામે હિનાને માર માર્યો હતો. પરવેઝે હિનાને વધુ પડતો માર મારતાં તેની આંખમાં ઈજા પણ થઈ હતી. હિનાએ બૂમાબૂમ કરતાં આડોશ પાડોશના લોકો દોડી આવ્યા હતા અને બચાવી લીધી હતી. હિનાએ આ મામલે તેના માતા-પિતાને જાણ કરી હતી અને વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. વેજલપુર પોલીસે હિનાની ફરિયાદના આધારે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.