ગીરધરનગર ખાતે ફોરેન પોસ્ટ ઓફિસમાં કસ્ટમનું સર્ચ ઓપરેશન
સેક્સ ટોયઝ મંગાવનાર લોકોની યાદી બનાવી નોટીસ ફટકારી દંડ તથા ટેક્ષ વસુલવામાં આવશે
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: ચીનથી મોટી સંખ્યામાં લાખ્ખો રૂપિયાના સેક્સ ટોયઝ ભારતમાં આવતા હોવાનું જાણવા મળે છે. આ સેક્સ ટોયઝ ભારે કિંમતના હોય છે. જેના ઉપર ટેક્ષ ભરવાનો હોય છે. પરંતુ ટેક્ષ ન ભરવા માટે લોકો ઓનલાઈનથી ‘સેકસ ટોયઝ’ મંગાવતા હોવાની માહિતી મળતાં જ કસ્ટમ વિભાગ સતર્ક થઈ ગયુ છે. અને ટેક્ષચોરીથી ટપાલ દ્વારા આવતા ‘સેક્સ ટોયઝ’ મોકલવામાં આવતા ટેક્ષ ચોરોને પકડવા કસ્ટમ વિભાગે અમદાવાદમાં ગીરધરનગરમાં આવેલી ફોરેન પોસ્ટ ઓફિસમાં સર્ચ ઓપરેશન કરી મોટા જથ્થામાં સેક્સ ટોયઝ પકડી પાડ્યા છે. અને જપ્ત કર્યા છે.
સર્ચ ઓપરેશન દરમ્યાન મોટેભાગે ખેડા, આણંદ, ભાવનગર, રાજકોટ, સુરત અમદાવાદ સેક્સ ટોયઝ મંગાવવામાં આવતા હોવાનો પર્દાફાશ થયો હોવાનું જાણવા મળે છે. મુખ્યત્વે મહિલાઓ તથા યુવાવર્ગ આ સેક્સ ટોયઝ મંગાવતા હોવાનું જાણવા મળે છે.
સર્ચ ઓપરેશન દરમ્યાન કસ્ટમ વિભાગે રૂ.૧પ૦૦ની કિંમતના એક એવા રૂ.પ૦ લાખના સેક્સ ટોયઝ જપ્ત કર્યા છે.
કસ્ટમ વિભાગના સુત્રો તરફથી જાણવા મળે છે કે જે ગ્રાહકોએ સેક્સ બનાવી તેમને નોટીસ પાઠવી ટેક્ષ વસુલ કરી દંડ પણ ફટકારવામાં આવશે.