Western Times News

Gujarati News

ગીરનારમાં શોધાયેલી વનસ્પતિના આયુર્વેદમાં ઉપયોગ અંગે સંશોધન

પ્રતિકાત્મક

યુટ્રીક્યુલેરીયાજનાર્થ વનસ્પતિનું કામ જીવસૃષ્ટીને સમતોલ રાખવાનું છે

જૂનાગઢ, ગુજરાતમાં સૌ પ્રથમવાર વનસ્પતિના હબ ગણાતા ગીરનાર જંગલમાંથી નરસિંહ મહેતા યુનિવર્સિટીના લાઈફ સાયન્સિસ ભવનની ટીમે આ વનસ્પતિ યુટ્રીકયુલેરીયાજનાર્થ નામની વનસ્પતિને શોધી કાઢી છે. આ અલભ્ય વનસ્પતિનેુ મહત્ત્વ જીવસૃષ્ટીને બેલન્સ કરવાનું છે.  આયુર્વેેદ ઉપયોગ અંગે હવે સંશોધન કરાશે તેમ પ્રો.સુહાસ વ્યાસે જણાવ્યુ હતુ.

નરસિંહ મહેતા યુનિવર્સિટીના લાઈફ સાયન્સીસ ભવનના પ્રોફેસર વ્યાસે વધુમાં જણાવ્ય્‌ુ હતુ કે હુૃ તથા વિભાગના પીએચડીના વિદ્યાર્થી કમલેશ ગઢવી, સંદિપ ગામિતે, દુષ્યંત દુધાગરા અને રશ્મિ યાદવની ટીમે ગીરનારમાં લાઈફ સાયન્સીસ અંતર્ગત વનસ્પતીઓ અંગે જાણકારી મેળવવા પ્રયાસો કરતા હતા ત્યારે ગીરનાર જંગલમાંથી આ અલભ્ય યુટ્રીક્યુલેરીયાજનાર્થ નામની વનસ્પતિ મળી આવી હતી.

આ અલભ્ય વનસ્પતિની ઓળખ અંગે પૃચ્છા કરતા વ્યાસે જણાવ્યુ હતુ કે ફલાવર ઉપરથી ઓળખાય છે છતાં તેની ખરાઈ કરવા પૂનાના પ્રોફેસર ડો.સર દેસાઈને સેમ્પલ મોકલવામાં આવેલ અને તેઓએ આ વનસ્પતિ મહારાષ્ટ્રમાં ૧૦૦ વર્ષથી જાેવા મળે છે તે જ છે.

આ વનસ્પતિનો ઉલ્લેખ જર્નલ જાન્યુઆરી ર૦ર૧માં છપાયેલ છે. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે ે આ વનસ્પતિ દેખાવમાં સામાન્ય છે. પરંતુ તેની ઓળખ અન્ય વનસ્પતિથી ઘણી અલગ છે.

કારણ કે આ વનસ્પતિ સુક્ષ્મજીવો ઉપર ટકેલ છે. તના મૂળ કોથળી જેવા હોય છે. જ્યાંથી તે સુક્ષ્મ જીવોને ચુસી લે છે. આ વનસ્પતિ મહારાષ્ટ્ર સિવાય દશના અન્ય ભાગોમાં જાેવા મળી નથી એવો દાવો કરવામાં આવ્યો છે. પણ અમદાવાદ, સાબરકાંઠામાં અગાઉ મળ્યાનો ઉલ્લેખ છે.

મહારાષ્ટ્રમાં ૧૦૦ વર્ષથી આ વનસ્પતિ જાેવા મળે છે. ત્યારબાદ પહેલીવાર ગુજરાતના જૂનાગઢના ગીરનારમાં સૌ પ્રથમ વાર અલગ અલગ ચાર ચાર જાત મળી આવી છે. હજુ ગીરનારમાં આવી અલભ્ય વનસ્પતિઓ હોવાની પુરી સંભાવનાઓ છે એ અંગે અમારી ટીમ દ્વારા સંશોધન ચાલી જ રહ્યુ છેે. યુટ્રીકયુલેરીયાજનાર્થ નામની વનસ્પતિનો આયુર્વેદ ઉપયોગ અંગે પ્રોફેસર વ્યાસે જણાવ્યુ હતુ કે હજુ તે નક્કી કરી શક્યા નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.