ગીરનાર રોપ-વે પ્રોજેક્ટનું કામ અંતિમ તબક્કામાં પહોંચ્યુંં
જૂનાગઢ: રાજ્યના સૌથી ઊંચા પર્વત ગિરનારને રોપ-વેથી જોડવાનો વડાપ્રધાન મોદીનો ડ્રીમ પ્રોજેકટ હવે પૂર્ણતાના આરે છે. તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જોયેલું સ્વપ્ન વડાપ્રધાન મોદીના શાસનમાં સાકાર થવા જઈ રહ્યું હોવાથી તેઓ આ પ્રોજેક્ટની શરૂઆત કરાવે તેવી શક્યતા છે. હાલમાં ગીરનારરોપ-વેની કામગીરી અંતિમ તબક્કામાં છે.
તાજેતરમાં જ જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ ગીરનાર રોપ-વે પ્રોજેક્ટનું નિરિક્ષણ કર્યુ હતું. ચુડાસમાએ રોપ-વેની કામગીરીનું નિરિક્ષણ કર્યુ હતું. ઉલ્લેખનીય છે કે જૂનાગઢ રોપ-વે પર્વતની જટિલતાના કારણે એંજિનિયિરીંગ માર્વેલ પણ ગણાશે.
કાૅંગ્રેસના સાશનમાં યૂપીએ ગર્વનમેન્ટ દ્વારા આ પ્રોજેક્ટને પર્યાવરણના કારણો આગળ ધરીને બહાલી આપવામાં આવતી નહોતી. દરમિયાન ગીરનારપર્વતનો કેટલો ભાગ અતિ જટિલ હોવાથી ત્યાં એંજિનિયરીંગ પડકારો પણ હતા. દરમિયાન ગિરનારી ગીધના માળા અને તેના સંરક્ષણની ચિંતા હતી. આખરે કેન્દ્રમાં નવી સરકારની રચના થતા નવો રૂટ અને રોડમેપ તૈયાર કરીને જાણીતી કંપનીને કામ સોંપવામાં આવ્યું. હવે જે લોકો પોતાના પગે ગીરનારજઈ નથી શકતા તેમના માટે અંબાજી માના દર્શનનું સ્વપ્ન સાકાર થશે.