ગીર ગામોમાં પશુ રસીકરણ ઝડપી બનાવાશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/07/Lumpy-vaccine.jpg)
રાજયમાં લમ્પી વાયરસે પશુઓમાં હાહાકાર મચાવતા માલધારીઓમાં ચિંતાનો માહોલ છવાયો છે જેથી વિસાવદર તાલુકા ગીર માલધારી સમાજના ઉપપ્રમુખ લાખાભાઈ નાથાભાઈ ભાસળીયાએ સરકાર તથા વન વિભાગને રજૂઆત કરી હતી.
આ રજૂઆત બાદ જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલને ધ્યાને આવતા તેમણે પશુઓમાં રસીકરણ ઝડપી બનાવવા બાબતે ડીડીઓને પત્ર લખી જણાવ્યું હતું કે ગીરના માલધારીઓ તેમના પશુઓના આધારે જ ગુજરાન ચલાવતા હોય છે
તેમજ ગીરના જંગલમાં વસવાટ કરતા અન્ય પ્રાણી તથા પશુઓના હિત માટે રસીકરણ કરાવવું ખૂબ જ જરૂરી હોય જેથી તાત્કાલિક અસરથી ગીરના નેસના માલધારીઓના પશુ માટે રસી ફાળવવા માટે ભલામણ કરી હતી. આ બાબતે જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું કે સોમવાથી ગીરના માલધારીઓના પશુનું રસીકરણ ચાલુ થઈ જશે. આ સમાચાર મળતા જ માલધારીઓમાં આનંદ છવાયો છે.