ગુંજન સક્સેના ફિલ્મ સામે વાયુસેનાએ વાંધો ઉઠાવ્યો
મુંબઈ, નેટફ્લિક્સ પર બુધવારે રિલીઝ થયેલી ફિલ્મ ‘ગુંજન સક્સેના’ વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. ભારતીય વાયુસેના (IAF)એ ફિલ્મમાં પોતાને ‘કારણ વિના નેગેટિવ’ બતાવાયાની ફરિયાદ કરી છે. IAF તરફથી સેન્સર બોર્ડને એક પત્ર મોકલાયો છે, જેમાં કેટલાક સીન્સ સામે વાંધો ઉઠાવાયો છે. ફિલ્મ IAF અધિકારી ગુંજન સક્સેનાના જીવન પર આધારિત છે, જેઓ ૧૯૯૯ કારગિલ યુદ્ધમાં ભાગ લેનારા પહેલાં મહિલા પાઈલટ હતાં. ફિલ્મને કરણ જોહરની કંપની ધર્મા પ્રોડક્શને પ્રોડ્યૂસ કરી છે.
IAF પહેલા સંરક્ષણ મંત્રાલય પણ વેબ સીરિઝમાં સેનાઓને દર્શાવવાને લઈને વાંધો વ્યક્ત કરી ચૂક્યું છે. વાયુસેનાના એક અધિકારીએ કહ્યું કે, IAFએ સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)ને એક પત્ર લખ્યો છે, જેમાં ‘ગુંજન સક્સેના’ ફિલ્મના કેટલાક સીન્સ સામે વાંધો ઉઠાવાયો છે. આ સીન્સમાં IAFને કારણ વિના ખોટી રીતે રજૂ કરાઈ છે.’
ગત મહિને જ્યારે સંરક્ષણ મંત્રાલયએ CBFCને કહ્યું હતું કે, પ્રોડક્શન હાઉસીઝએ સેનાની થીમ પર બનેલી કોઈ ફિલ્મ, ડોક્યુમેન્ટ્રી કે વેબ સીરિઝ માટે પહેલા મંત્રાલયનું નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ લેવાની સલાહ આપવી જોઈએ.
સંરક્ષણ મંત્રાલયને કેટલીક ફરિયાદો મળી હતી કે વેબ સીરિઝ/ફિલ્મોમાં ભારતીય સેનાના જવાનો અને તેમની વર્દીને ‘અપમાનજનક રીતે’ દર્શાવાઈ હતી. સૂત્રો મુજબ, ગત મહિને આ સંબંધમાં માહિતી અન પ્રસારણ મંત્રાલયને પણ એક પત્ર મોકલ્યો હતો. ધ કારગિલ ગર્લ’માં જાહ્નવીએ મુખ્ય ભૂમિકા નિભાવી છે. શરણ શર્મા દ્વારા નિર્દેશિત આ ફિલ્મના કલાકારોમાં પંકજ ત્રિપાઠી, અંગદ બેદી, વિનીત કુમાર, માનવ વિજ અને આયશા રઝા પણ છે.SSS