ગુંડાઓથી બચવા જેઠાલાલ, બાપુજી, બાઘાએ વેશ બદલ્યો
મુંબઈ: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં હાલ કાળાબજારીઓને પકડવાનું મિશન ચાલી રહ્યું છે. પોપટલાલ અને ભારતીની પોલ ખુલી ગઈ છે અને કાળાબજારી કરતાં મદનલાલે પોપટલાલ અને ભારતીને વોટરપાર્કમાં બાંધી રાખ્યા છે. બીજી તરફ જેઠાલાલ, ચંપકચાચા અને બાઘાને દીપ્તિની હકીકત પણ ખબર પડી ગઈ છે. જે બાદ દીપ્તિએ આ ત્રણેયને પકડવા માટે ગુંડા મોકલ્યા છે.
આ ગુંડાથી બચવા માટે જેઠાલાલ, ચંપકચાચા અને બાઘો ભાગી રહ્યા છે. ભાગતા ભાગતા જેઠાલાલ પોલીસને ફોન કરવાનો પ્રયાસ કરી રહ્યો છે પરંતુ નિષ્ફળ રહે છે. જેઠાલાલ એક જગ્યાએ ઊભો રહીને ફોન કરવા લાગે છે ત્યારે જ ગુંડો આવી જાય છે અને ફોન લઈ લે છે. ફોન જતો રહે છે પણ જેઠાલાલ ભાગવામાં સફળ થાય છે.
બીજી તરફ દીપ્તિ પોતાના બોસ મદનલાલને ફોન કરીને જણાવે છે કે ત્રણ લોકોને મીટિંગ વિશે ખબર પડી ગઈ છે. આમાંથી એક વ્યક્તિ સાથે ભારતીના લગ્નની વાત ચાલતી હતી તેમ પણ જણાવ્યું. આ સાંભળીને મદનલાલનો રોષ ભભૂકી ઉઠે છે અને કહે છે કે એ લોકો પોપટલાલના સાગરીતો છે અને તેમને જલદી પકડવાનો આદેશ આપે છે.
પોપટલાલના અન્ય સાથીઓ છે આ જાણ્યા બાદ મદનલાલ ભારતી અને પોપટલાલ સામે ગુસ્સો વ્યક્ત કરે છે અને પોતાના ગુંડાઓને આદેશ આપે છે કે આ લોકોને વધુમાં વધુ ટોર્ચર કરે. ગુંડાને મદનલાલ આદેશ આપે છે કે, તેની મીટિંગ પૂરી થાય પછી ભારતી અને પોપટલાલને કરંટ આપીને મારી નાખે. જાેકે, પોપટલાલનો જુસ્સો ઓછો નથી થયો અને એ કહે છે કે, આજે મદનલાલનો પર્દાફાશ થઈને જ રહેશે.