ગુંદેલ ગામના વાળંદ પિતાએ પોતાની વ્હાલસોયી દિકરીને એક કિડની આપી નવું જીવતદાન બક્ષ્યું
લોહીનો સાચો સંબંધ શું છે, સમાજ માટે ઉદાહરણ રૂપ દાખલો.
નેત્રામલી.: આજના જમાનામાં માનવી પોતાના અંગત સ્વાર્થ માટે કોઈ પણ સંબંધ એક ધડી વારમાં ભૂલી જાય તેમાં નવાઈ નહીં અને જો તેમાં પણ શરીરના કોઈ અંગ નું દાન જીવતા કરવામાં આવેતો ભલભલાને શરીર માં પસીનો છૂટી જાય તેવી હાલત જોવા મળે. પણ આજના આ કળિયુગમાં એક બાપ પોતાની દિકરીને જીવતદાન આપવા માટે પોતાના શરીરની એક કિડની પોતાની જવાબદારી સમજી અપૅણ કરી પોતાની દિકરીનું જીવન ઉગારી દે છે.
વડાલી તાલુકાના ગુંદેલ ગામના વતની વાળંદ મણીભાઈ કે જેમને ત્રણ સંતાનો છે જેમાં દિકરીના લગ્ન કરાવી સાસરીમાં વળાવી પોતાની જવાબદારી માંથી મુક્ત થઈ ગયા પરંતુ સમય જતાં દિકરીની તબિયત લથડતાં પરિવાર માં ચિંતા ના ધેરા વાદળો છવાઈ ગયા હતા. સારવાર દરમ્યાન જાણવા મળતાં પોતાની દિકરીને બંને કિડની ફેલ થઈ ગઈ છે ,પણ પિતાએ હિંમત ન હારતાં જાણે કે હજુ દિકરીને કન્યાદાન કરવા નું બાકી હોય તેમ કોઈ પણ જાતની પરવા કર્યા વિના મણીભાઈ એ પોતાના શરીરની એક કિડની પોતાની વ્હાલસોયી દિકરીને અપૅણ કરી પોતાની જવાબદારી નિભાવી દિકરીને નવું જીવતદાન આપ્યું.
આજના જમાનામાં આ એક કિસ્સો સમાજ માટે એક ઉદાહરણ રૂપ છે. વડાલી સત્તાવિસ સમાજના સમુહલગ્ન પ્રસંગે આ ઉમદા કાર્ય પોતાની દિકરીનો ભવ ઉજાગર કરવા બદલ મણીભાઇનું સમાજ દ્વારા માનભેર સન્માન કરવામાં આવ્યું.