ગુગલે ઓસ્ટ્રેલિયામાં સર્ચ બ્લોક કરવાની આપી ધમકી
કેનબેરા, ગુગલે ઓસ્ટ્રેલિયામાં પોતાના સર્ચ એન્જિનને અક્ષમ બનાવવાની ધમકી આપી છે, જો તેને સમાચાર માટે સ્થાનિક પ્રકાશકોને નાણા ચુકવવા માટે મજબુર કરવામાં આવે છે તો તે દેશમાં સર્ચ બ્લોક કરી દે છે, આ ધમકી એવા સમયે આવી છે, જ્યારે છેલ્લા એક મહિનાથી ઓસ્ટ્રેલિયા સરકાર અને ગુગલ વચ્ચે તંગદિલી ચાલી રહી છે, બંને વચ્ચે મિડિયાને નાણા ચુકવવાનાં કાયદા અંગે ખેંચતાણ ચાલી રહી છે.
ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડનાં ડિરેક્ટર મેલ સિલ્વાએ શુક્રવારે એક સંસદિય સુનાવણીમાં કહ્યું પ્રસ્તાવિત કાયદો, પ્રકાશકોને કંપની માટે તેમના સમાચારોનાં મુલ્ય માટે ક્ષતિપુર્તિ કરવાનો ઇરાદો રાખે છે, તેમણે ખાસ તો તે બાબતનો વિરોધ કર્યો કે ગુગલ સર્ચ રિઝલ્ટમાં લેખોનાં સ્નિપેટ પ્રદર્શિત કરવા માટે મિડીયા કંપનીઓને ચુકવણી કરે છે.
ગુગલની આ ધમકી ઘણી અસરકારક છે કેમ કે ડિઝિટલ દિગ્ગજ દુનિયાભરમાં રેગ્યુલેટર્સ કાર્યવાહીને રોકવાનાં પ્રયાસો કરે છે, સ્થાનિક પ્રતિસ્પર્ધા નિયામક અનુસાર ઓસ્ટ્રેલિયામાં ઓનલાઇન સર્ચનાં ઓછામાં ઓછા 94 ટકા પરિણામો અલ્ફાબેટ ઇંક યુનિટથી પસાર થાય છે, ઓસ્ટ્રેલિયાનાં વડાપ્રધાન સ્કોટ મોરિસનને શુક્રવારે કહ્યું અમે ધમકીઓની પ્રતિક્રિયા આપતા નથી.