ગુગલ ફેસબુક અને ટવીટરને નકલી સમાચારો સામે આકરી નીતિ અપનાવવાની સૂચના

પ્રતિકાત્મક
(એજન્સી) નવીદિલ્હી, ગુગલ, ફેસબુક અને ટિવટર જેવી અમેરીકાની દિગ્ગજ ટેક કંપનીઓને નકલી સમાચારો સામે બેદરકારી દાખવવા મુદે સરકારે ફરી એકવાર કડક શબ્દોમાં સુચના આપી છે.
તાજેતરમાં યોજાયેલી એક બેઠકમાં સરકારી અધિકારીઓએ આ કંપનીઓને ચોખ્ખા શબ્દોમાં નકલી સમાચારો મુદ્દે આકરી નીતિ અપનાવવાની સુચના આપી છે તેમને દેશની છબી નહીં બગડવા દેવાની સુચના પણ આપી હતી.
સુત્રોના જણાવ્યા પ્રમાણે માહિતી અને પ્રસારણ મંત્રાલયના અધિકારીઓએ સોમવારે આ બેઠક કરી હતી. તેમાં દિગ્ગજ કંપનીઓને સ્પષ્ટ રીતે કહેવાયું હતું કે તેઓ નકલી કે બનાવટી સમાચારો પર અંકુશ નહી લગાવતાં હોવાથી સરકારે આકરાં પગલાં ઉઠાવવાં પડે છે.
સરકર જયારે આ પ્રકારની નકલી સામગ્રીને પ્લેટફોર્મ પરથી હટાવવાનો નિર્દેશ આપે છે અને સરકાર પર અભિવ્યકિતની સ્વતંત્રતાને કચડવાનો આરોપ લાગે છે. જયારે વિવિધ મંચો પર નકલી સમાચારો મારફત દેશની છબી ખરડવાનો પ્રયાસ કરાય છે.