ગુજકોમાસોલના ડીરેક્ટર પર દબાણ લાવી ખેડૂતોએ ખાતરનો જથ્થો મેળવ્યો
દિયોદરના સોની ગામમાં આવેલ ડેપો ખેડૂતોએ ખોલાવ્યો
કાંકરેજ, કાંકરેજ તાલુકા ખરીદ વેચાણ સંઘની ઓફિસમમાં આવ્યો ખેડૂતો. ગુજકોમાસોલ ડિરેક્ટરને ઉઘડો લીધા. દિયોદર ગુજકોમાસોલ ડેપો ખેડૂતોએ ખોલાવ્યો.
કિસાન ક્રાંતિ યુનિયન પ્રદેશ પ્રમુખ અને ભારતીય કિસાન સંગઠન ઉપપ્રમુખ અને ખેડૂત અગ્રણી કાર્યકર અમરાભાઈ ચૌધરીએ ખેડૂતો સાથે ગુજકોમાસોલ ડિરેક્ટર અમરતભાઈ દેસાઈને રૂબરૂ મળવા પહોંચ્યા હતા. ત્યારે ૩૦થી ૪૦ જેટલા ખેડૂતોએ ખાતર ડેપો ખોલવા માટે માંગ કરી હતી. અમરત દેસાઈએ તાત્કાલિક ધોરણે સોની ડેપો મેનેજરને ફોન કરી સૂચના આપીને ખાતર ડેપો ખોલી નાંખવા જણાવ્યું હતું.
જાે કે બનાસકાંઠા જિલ્લામાં સૌથી મોટી માત્રામાં રાસાયણિક ખાતરની ખેડૂતોને જરૂરિયાત હોય છે અને પાક બચાવવા માટે રાસાયણિક ખાતર વિના ખેડૂતોને મુશ્કેલીઓ વેઠવી પડે છે.
નેતાઓ પોતાના સ્વાર્થ સાધવા માટે નવતર પ્રયોગ અપનાવી યેનકેન પ્રકારે બીજી કંપનનીના ખાતરની થેલીઓ સાથે દવા (લિકવિડ) પધરાવવાની કોશિશ કરીને હેરાન કરે છે ત્યારે હવે બનાસકાંઠા જિલ્લાના ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરીએ ખેડૂતોનો કાફલો લઈને અમરતભાઈ દેસાઈ ગુજકોમાસોલ ડિરેક્ટર બનાસકાંઠાની મુલાકાત લીધી હતી
અને ખેડૂતો માટે દિયોદરના સોની ગામમાં આવેલ ખાતર ડેપો ખોલવામાં આવ્યો હતો. જાે કે ખેડૂતો રોષે ભરાયેલા જાેવા મળ્યાં હતા અને ખુદ પોતે ડિરેક્ટરે જ મેનેજરને કોલ કરીને ખાતર ડેપો બંધ કરાવવાનું કબુલ્યું હતું. હવે છેલ્લી ઘડીએ ખેડૂતોને માંગણીઓ સંદર્ભે તાત્કાલિક ધોરણે ખાતર ડેપો મેનેજરને ફોન કરી ખાતર આપવા માટે જણાવ્યું હતું ત્યારે ખેડૂતોએ આભાર વ્યક્ત કર્યાે હતો.