ગુજકોસ્ટની મહિલા ક્લબે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરી

મોટી ઇસરોલ: સર પી ટી સાયન્સ કોલેજના વિમેન્સ ડેવલોપમેન્ટ સેલ અને ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરિત જીલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર અરવલ્લીની વિજ્ઞાન મહિલા ક્લબ દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણીનું આયોજન કરેલ હતું.કોલેજ કેમ્પસમાં વિષેશ મહિલાઓ આધારિત વિવિધ કાર્યક્રમો ના સત્રો યોજાયા હતા. મહિલા કાયદા અંગે લો કોલેજના પ્રો ડો અલ્પાબેન ભટ્ટીએ વ્યાખ્યાન આપ્યું હતું . અરવલ્લી ડી એસ પી કચેરીના અધિકારી ઉપાસનાબેન ચૌધરી હાજર રહ્યા હતાં .મહિલાઓના પ્રદાન અંગે ૫૦ બહેનોએ પોસ્ટરો રજુ કર્યા હતાં.
આ પ્રસંગે અરવલ્લી ની શ્રુતિ પટેલનો પ્રોજેકટ લોક વિજ્ઞાન કેન્દ્રના માર્ગદર્શન થી ગુજકોસ્ટ દ્વારા પેટન્ટ નોંધતા કેળવણી મંડળના સેક્રેટરી સુરેન્દ્રભાઈ શાહે આ પ્રસંગે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું .બહેનોની જુદી જુદી સ્પર્ધાઓની સિદ્ધિને રોકડ તથા પ્રમાણ પત્રોથી સન્માનિત કરેલ હતી.
ગુજકોસ્ટ પ્રેરિત ઉજવણીઓ મહિલા કલબ ના કન્વીનર ડો જયશ્રી બેન પટેલ ચેરમેન ડો વંદનાબેન પટેલ વિજ્ઞાન સંચારક ચદંનબેન પટેલ, માર્ગદશનથી યોજવામાં આવ્યા હતાં. મ.લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળના પ્રમુખ શ્રી નવીનચન્દ્ર મોદી, સેક્રેટરી સુરેન્દ્રભાઈશાહે તથા પ્રિન્સીપાલ ડો કે પી પટેલે મહીલા સભ્યોને બિરદાવી અભિનંદન પાઠ્વ્યા હતાં.