ગુજકોસ્ટ આયોજીત રૂરલ IT ક્વીઝ કોમ્પિટિશન 2020 સ્પર્ધમાં મોડાસાની પલ મોદી નામની વિદ્યાર્થીની પ્રથમ
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: ગુજરાત ગુજકોસ્ટ દ્વારા આયોજિત રૂરલ IT ક્વીઝ કોમ્પિટિશન 2020 ની સ્પર્ધામાં મોડાસાની કે.એન.શાહ આ સ્કૂલની વિદ્યાર્થીની પલ મોદીએ ગુજરાતમાં પ્રથમ નંબર મેળવી સ્કૂલનું અને સમાજનું ગૌરવ વધાર્યું હતું
વિધાર્થીઓ માં શૈક્ષણિક અભ્યાસ ની સાથે સાથે વિદ્યાર્થી બુદ્ધિમત્તા અને વિદ્યાર્થી આજના વૈજ્ઞાનિક વિષય પર જાગૃતિ થાય તે હેતુસર ગુજરાત ગુજકોસ્ટ દ્વારા દર વર્ષે વિદ્યાર્થીઓને રૂબરૂ બોલાવી સ્પર્ધા યોજાતી હોય છે પણ આ વર્ષે કોરોના મહામારીમાં ગુજરાત ની સ્કૂલોમાં 8 થી 12 ધોરણમાં અભ્યાસ કરતા વિધાર્થીઓને ઓનલાઇન રજીસ્ટ્રેશન દ્વારા રૂરલ IT ક્વિઝ કોમ્પિટિશનમાં રજીસ્ટ્રેશન કરાવી ઓનલાઇન સ્પર્ધા યોજાઈ હતી. IT ક્વિઝ સ્પર્ધામાં ગુજરાત ના 1165 વિધાર્થીઓ નું રજિસ્ટ્રેશન થયું હતુ
જેમાં 200 વિધાર્થીઓને IT ક્વિઝ કોમ્પિટિશન માં પસંદગી કરવામાં આવી હતી .જેમાં મોડાસા કે.એન.શાહ મોડાસા હાઇસ્કુલ ની વિદ્યાર્થીની પલ મોદી સ્કુલના પ્રિન્સીપાલ મનીષ જોષી, શિક્ષક એસ.આર પટેલ અને માતા પિતાના માર્ગદર્શન હેઠળ સ્પર્ધામાં હિસ્સો લઈ 29 સપ્ટેમ્બર ના રોજ લેવાયેલ IT ક્વિઝ કોમ્પિટિશન માં સમગ્ર ગુજરાતમાં મોડાસા ની પલ મોદી પ્રથમ નંબરે આવતાં સ્કુલનું અને સમાજનું ગૌરવ વધાર્યું હતું
કે.એન.શાહ હાઈસ્કૂલના શિક્ષક એસ.આર પટેલે જણાવ્યું હતું કે રૂરલ IT ક્વીઝ કોમ્પિટિશનમાં ધોરણ 8થી 12 વિધાર્થીઓ હિસ્સો લઈ શકે છે અને જેનું રાષ્ટ્રીય લેવલે કર્ણાટક સરકાર અને TCS કંપની દ્વારા આયોજન થાય છે અને ગુજરાત લેવલે ગૂજકોસ્ટ આયોજન કરે છે ત્યારે આ IT સ્પર્ધામાં પ્રથમ રાઉન્ડ માં સમગ્ર ગુજરાતમાં મોડાસાની પલ પ્રશાંતભાઈ મોદી એ ગુજરાતમાં પ્રથમ નંબર મેળવી ને સ્કુલનું નામ રોશન કર્યું તે બદલ અભિનંદન પાઠવ્યા હતા.
અને આગળ રાષ્ટ્રીય લેવલે યોજાનાર સ્પર્ધામાં પલ મોદી અવ્વલ નંબરે રહી નામ વધારે તેવી આશા વ્યકત કરી હતી.અને અરવલ્લી જિલ્લા લેવલે ગુજકૉસ્ટ ના આયોજન કર્તા સર પી. ટી. સાયન્સ કોલેજ મોડાસા ના પ્રોફેસર ગિરીશ વેકરીયા દ્વારા પણ શુભકામનાઓ પાઠવી હતી. વિદ્યાર્થીની પલ મોદી એ પ્રથમ નંબર આવવા બદલ સ્કુલના શિક્ષકો અને માતા પિતાને શ્રેય આપ્યો હતી.
:: From :: Jeet Trivedi