ગુજરાજ ફાઉન્ડેશને આઝાદીના પર્વ દીને 100 કોરોના યોદ્ધાઓનુ કર્યુ સન્માન

અમદાવાદ રાજસ્થાની સમાજ અને અન્ય ભાષીઓ ગુજરાત ના વિકાસ ની ગતિ ને વેગ આપવા અમૂલ્ય યોગદાન આપે છે.અમારા સોનો અધિકાર છે કે આપણે દેશ ના દરેક ક્ષેત્ર મા સુખ પૂર્વક રહી વ્યાપાર કરી શકીએ છીએ.
સરકારે આવા સુંદર વાતાવરણ નો નિર્માણ કર્યુ છે.આ વાત ભાજપ ના શહેર અધ્યક્ષ શ્રી અમિતભાઇ શાહે કહી તેઓ ગુજરાત રાજસ્થાન મૈત્રી સંઘ (ગુજરાજ ફાઉન્ડેશન) ના સમારોહ મા બોલી રહા હતા.આ સમયે 100 વાસ્તવિક કોરોના યોદ્ધાઓ નુ મેડલ ને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવા મા આવ્યા.
આ મોકા પર ગુજરાત પ્રાંત કાર્હવાહક આર એસ એસ શ્રી શૈલેષ ભાઇ પટેલે કહુ કે આઝાદી નો અમૃત મહોત્સવ હવે ખરેખર અમારી આઝાદી નો ઉત્સવ બન્યો છે, કારણ કે દેશ નો મુગટ કાશ્મીર હવે ધારા 370 થી મુક્ત થયો, રામ મંદિર નો નિર્માણ પુર જોશ મા ચાલી રહો છે, દેશ મા હવે કોઈ કોમી હુલ્લડો નથી થતા.
જીવણભાઇ આહિર ગુજરાત પ્રદેશ સીમા જન કલ્યાણ સમિતિ ના મહામંત્રીશ્રી એ કહુ કે આપણે સંકલ્પ લઈએ કે સીમા રક્ષણ માટે જાગૃતિ અભિયાન ચલાવીશુ.
સંજય સિંહ મહામંત્રી શ્રી અખિલ ભારતીય વિધાર્થી પરિષદ અમદાવાદ કહ્યુ કે હવે દેશ ની અનુકુળતા અનુસાર દેશ ના ગૌરવશાળી ઇતિહાસ ની છેડછાડ કર્યા વિના પાઠ્યક્રમ તૈયાર થઈ રહા છે.આ જ સાચ્ચી આઝાદી છે.
આ મોકા પર ભુપેન્દ્રભાઇ ધારાસભ્ય ઘાટલોડીયાએ ક્હ્યુ કે ગુજરાજ ફાઉન્ડેશન દ્વારા કરેલ સેવાયજ્ઞ ને હુ સંસ્થા ના પદાધિકારીઓ અને પ્રમુખ નરેન્દ્ર પુરોહિત નો આભાર વ્યક્ત કરુ છુ.
સમારોહ મા અધ્યક્ષશ્રી નરેન્દ્રભાઈ પુરોહિતે જણાવ્યું કે ગુજરાજ ફાઉન્ડેશન વર્ષ 2005થી રાજ્યભરમાં સકારાત્મક, રચનાત્મક, શૈક્ષણિક, મેડીકલ, રક્તદાન જેવા સમાજ ઉપયોગી કાર્યો માનવીય કે કુદરતી આપત્તિમાં રાહત કાર્યો કરે છે વિશેષ કરીને કોરોના ના કપરા કાળમાં સંસ્થા દ્વારા કેન્દ્રિય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહ ની પ્રેરણા થી અમદાવાદ શહેરમાં દરરોજ 6000 શ્રમિકોને ભરપૂર અને પોષ્ટિક ભોજન બે મહિના સુધી કરાવવામાં આવ્યું
અને લાખો માસ્ક વિતરણ કરવા મા આવ્યા શ્રમિકો માટે યાતાયાત અને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી જરૂરિયાતવાળાઓને અનાજ કરીયાણા ની કીટ આપી વસ્તીઓ મા સેનેટરાઈઝર કરવામાં આવી અને બીજા લોકડાઉન માં પ્રતિ દિવસ 300 “નમો ટિફિન” લોકોને ઘરે ઘરે સુધી પહોંચાડવામાં આવ્યા.
આજે ૧૫મી ઓગસ્ટના પોલીસ હેડ કવાર્ટર ખાતે કાર્યક્રમમાં અમદાવાદ શહેરના પોલીસ કમિશનર શ્રી સંજય શ્રીવાસ્તવજી દ્વારા પણ અમારી સંસ્થાનો વિશેષ સન્માન કરવામા આવ્યુ. ગુજરાત રાજસ્થાન મૈત્રી સંઘ ગુજરાજ ફાઉન્ડેશનના ગુજરાત ભરમા અઢી લાખથી વધુ સદસ્યો છે.
આજના કાર્યક્રમમાં દેશભક્તિ આધારિત રાષ્ટ્રીય કવિ સંમેલન નું પણ આયોજન કરવામાં આવ્યું આમા કવિ સંમેલનમાં ડોક્ટર કિશોરજી કાબરા, ગુજરાતી કવિ રમેશ સિંહ ચૌહાણ, શ્રી સુવિધા પંડિત, શાનદાર કાવ્ય પાઠ થી દેશ ભક્તિ નુ વાતાવરણ નિર્માણ કર્યું.