Western Times News

Gujarati News

ગુજરાતઃ એક જ દિવસમાં કોરોનાના કેસ 100ને પાર

ગાંધીનગર,  સમગ્ર વિશ્વમાં કોરોનનાની બીજી લહેર ભયાનક જોવા મળી હતી જેમાં  લાખો લોકો મૃત્યુ  પામ્યા હતા. ત્યારે સરકાર દ્વારા કેસોને નિયંત્રણમાં લાવવા  રસીકરણ હાથ ધરવામાં આવ્યું  છે . જેમાં  આ લોકોએ વેક્સિન લઈને સુરક્ષિત થયા હતા. ત્યારે હવે  એવો જ એક નવો રોગ  આવી રહ્યો છે .

જેમાં વિશ્વમાં ઓમિક્રોનની એન્ટ્રીના તમામ દેશો કોરોના મામલે એલર્ટ થઇ ગયા છે,તેમજ દિવાળી પછી લોકોની બેદ્ર્કારીના  ના લીધે  કેસો માં સતત દિવસે ને દિવસે વધતાં જોવા મળી રહ્યા  છે.પણ કોરોનાના નવા વેરિઅન્ટના કેસ પણ વધી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 111કેસ સામે આવ્યા છે.

ગુજરાતમાં કોરોનાના કેસમાં અચાનક ઉછાળો જોવા મળ્યો છે જે ચિંતાજનક બાબત છે,હાલ રાજ્યમાં કોરોના પ્રત્યે બેદરકારી જોવા મળી રહી છે,સરકારની ગાઇડલાઇન નેવે મુકી દીધી છે,જેના લીધે ત્રીજી લહેર આવવાની સંભાવના નકારી શકાય નહી આજે જે રીતે કેસમાં ઉછાળો જોવા મળ્યો છે તંત્ર માટે રેડ એલર્ટ સમાન છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 111 કેસ નોંધાયા છે,જ્યારે અમદાવાદમાં 43કેસ  વડોદરામાં 11, સુરતમાં  18  , રાજકોટમાં 14  કોરોનાના કેસ નોંધાયા છે.જ્યારે કોરોનાને માત આપીને સાજા થનાર દર્દીઓની સંખ્યામાં ઘટડોથઇ રહ્યો છે,છેલ્લા 24 કલાકમાં 78 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જ્યારે રાજ્યમાં કોરોનાથી  બે દર્દીનું મોતથયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.