Western Times News

Gujarati News

ગુજરાતઃ મધ્યાહન ભોજન યોજના આજથી પુન: શરૂ

અમદાવાદ, મઘ્યાહન ભોજનને લઈને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. આજથી એટલે કે 29 માર્ચથી રાજ્યમાં મિડ મે મિલ શરૂ થશે. શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ આ યોજનાની ફરીથી રાજ્યમાં પ્રારંભ કરાવ્યો છે.

રાજ્યના શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ બોરીજ પ્રાથમિક શાળામાંથી મધ્યાહન ભોજનની શરૂવાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 2 વર્ષથી કોરોના વૈશ્વિક મહામારીને કારણે યોજના બંધ રાખવામાં આવી હતી. કોરોનાને કારણે બાળકોને આર્થિક સહાય આપવામાં આવતી હતી. ઉલ્લેખનીય છે કે, 1 એપ્રિલથી સમગ્ર રાજ્યમાં મધ્યાહન યોજના ફરી લાગુ થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.