ગુજરાતનાં વિવિધ ગામડાઓ અને શહેરોમાં ‘છેલ્લો કાર્ડિયોગ્રામ’ ફિલ્મનું શૂટિંગ કરવામાં આવશે
ઈમોશનલ લવ સ્ટોરીના કોન્સેપ્ટ પર છેલ્લો કાર્ડીયોગ્રામ ગુજરાતી ફિલ્મનું શૂટિંગ થયું શરૂ
અમદાવાદ, અર્બન ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક એવી ફિલ્મ આવી રહી છે જેનું નામ છેલ્લો કાર્ડિયોગ્રામ છે. આ ફિલ્મમાં લવ સ્ટોરીની સાથે સાથે હાર્ટ ડોનેશન અંગેનો સંદેશો પણ જોવા મળશે. આ ફિલ્મનું શૂટીંગ ઓગસ્ટ મહિના દરમિયાન કરવામાં આવશે. જેને યશ વૈદ્ય ડિરેક્ટ કરી રહ્યા છે.
મેગ્નેટ મીડિયા ફિલ્મ્સ ના સહયોગથી બની રહેલી આ ફિલ્મમાં આકાશ ઝાલા, જાનવી ચૌહાણ, કુંપલ પટેલ, યશ વૈદ્ય, ચિલ્કા પ્રિત, નિસર્ગ ત્રિવેદી, ચેતન દહીયા, મુકેશ રાવ, હરેશ ડાઘિયા સહીતના જાણીતા કલાકારો જોવા મળશે.
આ ફિલ્મનાં ડીરેક્ટર યશ વૈદ્ય ફિલ્મની સ્ટોરી વિશે જણાવે છે કે, ‘આ એક એવા વ્યક્તિની સ્ટોરી છે જે વ્યક્તિ અબજોપતિ છે અને તેને ભગવાનમાં સહેજ પણ શ્રદ્ધા નથી. તેના પરિવારમાં તેના ભાઈ સિવાય અન્ય કોઈ પણ સભ્ય નથી. તેનો ભાઈ પણ મેન્ટલી એબનોર્મલ છે. જેથી તે માત્ર તેના ભાઈના માટે પોતાનું જીવન જીવી રહ્યો છે. તેવામાં એક ઘટના બને છે જેમાં એક છોકરીનો એક્સિડન્ટ થાય છે ત્યારે તે છોકરીને બચાવવા માટે તેના ઘર સુધી પહોંચાડે છે અને છોકરીને નવું જીવન દાન આપે છે…”
યશ વૈદ્ય વધુમાં જણાવે છે કે, “આજના સમયમાં લોકોમાં બ્લડ ડોનેશન અને આઈ ડોનેશનની સમજ કેળવાઈ છે જેના કારણે કેટલાય લોકોને નવું જીવન મળ્યું છે ત્યારે હાલના સમયમાં લોકોમાં હાર્ટ ડોનેશનની સમજ કેળવાય તે ખૂબ જ જરૂરી છે જેથી અમે આ પ્રકારના કોનસેપ્ટ ઉપર ‘છેલ્લો કાર્ડિયોગ્રામ’ ફિલ્મ બનાવી રહ્યા છે…” એમ તેઓ ઉમેરે છે.
ફિલ્મના શૂટિંગ અંગે યશ વૈદ્ય જણાવે છે કે, આ ફિલ્મનું શૂટીંગ ગુજરાતના ગામડાઓમાં અને કેટલાક શહેરોમાં કરવામાં આવશે. સાથે જ આ ફિલ્મના શૂટીંગ દરમિયાન કોરોના વાઈરસની મહામારીને ધ્યાનમાં લઈને સરકાર દ્વારા જે પણ ગાઈડ લાઈન બહાર પાડવામાં આવી છે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે.
આ ફિલ્મનું શૂટિંગ ઓગસ્ટ મહિનામાં થશે આ ફિલ્મ લોકોને એટલા માટે કનેક્ટ કરશે કારણ કે આ ફિલ્મમાં લવ સ્ટોરીની સાથે એક અવેરનેશ મેસેજ પણ આપવામાં આવશે. સાથો સાથ અર્બન ગુજરાતી લવ સ્ટોરી વાળી ફિલ્મમાં પહેલી વાર હનુમાન ચાલીસા અને શિવ તાંડવ જોવા મળશે…”