Western Times News

Gujarati News

ગુજરાતનાં ૧૯.૫૩ લાખ લોકો દારૂના વ્યસની બન્યા

Files Photo

અમદાવાદ: આ ડ્રાય સ્ટેટ માટે વ્યંગ્યાત્મક છે કે, પરંતુ રાજ્યસભામાં હાલમાં રજૂ કરાયેલા ડેટા દર્શાવે છે કે, ગુજરાતની લગભગ ૪.૩ ટકા વસ્તી એટલે કે આશરે ૧૯.૫૩ લાખ લોકો દારૂના વ્યસની છે. સામાજિક ન્યાય અને સશક્તિકરણના મંત્રી નારાયણસ્વામી દ્વારા રજૂ કરવામાં આવેલા ડેટામાં એમ્સ દ્વારા નેશનલ ડ્રગ યૂઝ સર્વે ૨૦૧૯ દરમિયાન એકત્રિત કરેલા આંકડા ટાંકવામાં આવ્યા છે. ડેટા મુજબ, ગુજરાતમાં ૪.૩ ટકા લોકો દારૂ પર ર્નિભર હતા, આ રાજસ્થાનના ૨.૩%, બિહારના ૧% અને જમ્મુ-કાશ્મીરના ૪% કરતા પણ વધારે છે.

જાે કે, રાષ્ટ્રીય સરેરાશ ૧૭.૧% હતો, જેનો જવાબમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જવાબમાં તેમ પણ કહેવામાં આવ્યું હતું કે, ગુજરાતની ૧.૪૬ ટકા વસ્તી (૬.૬૪ લાખ) અફિણના, ૧.૩૮ ટકા (૬.૨૮ લાખ) સિડટિવના, ૦.૮ ટકા (૩.૬૪ લાખ) ગાંજાના આદી હતા. આ સિવાય ૦.૦૮ ટકા (૩૬ હજાર) ઈન્હેલન્ટના વ્યસની હતા. સર્વેના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં કોકેન, ઍમ્ફેટમીન અને હલૂસિનજનના વપરાશકાર નહોતા. એકંદરે, સર્વેમાં કુલ વસ્તીના આશરે ૮ ટકા લોકો (૩૬.૫ લાખ) દારૂ અથવા ડ્રગ્સના બંધાણી હતા.

સર્વેમાં તમાકૂના વ્યસન વિશે કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો. શહેરના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, મહામારી દરમિયાન વ્યસનીઓની હદને સમજવા માટે સંખ્યા મહત્વપૂર્ણ છે. નશામુક્તિ કેન્દ્રો અને મનોચિકિત્સકોના જણાવ્યા પ્રમાણે, ડ્રગ્સ અને અન્ય માદક દ્રવ્યોના સેવન માટે ઓપીડીમાં ૨૦૧૯-૨૦ની સરખામણીમાં ૨૦૨૦-૨૦૨૧માં બે ગણો વધારો થયો છે. વ્યસન મુક્તિમાં વિશેષતા ધરાવતી કનોરિયા હોસ્પિટલ અને રિસર્સ સેન્ટરના હેડ ડો. રાજેન્દ્ર આનંદે જણાવ્યું હતું

લોકડાઉન દરમિયાન અને બાદમાં ચિંતા તેમજ તણાવના કારણે સંખ્યા બમણી થઈ છે. જે લોકોએ પોતાની ટેવ છોડી દીધી હતી, તેમણે પણ તણાવને હળવો કરવા માટે દારૂ અને ડ્રગ્સનું સેવન શરૂ કરી દીધું હતું. દારૂ પીતા નવા દર્દીઓમાં પણ મુખ્યત્વે વધારો થયો છે’ , તેમ તેમણે જણાવ્યું હતું. ગવર્મેન્ટ હોસ્પિટલ ફોર મેન્ટલ હેલ્થના સાઈકિયાટ્રિસ્ટ ડો. રામાશંકર યાદવે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક મહિનાઓમાં હોસ્પિટલમાં દાખલ થયેલા દર દસમાંથી છ દર્દીઓ ડ્રગ અથવા દારૂના વ્યસન માટે લડી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.