ગુજરાતનાં ૫ હજાર વિદ્યાર્થીઓનો ૧૭ મહિનાથી અભ્યાસ બગડી રહ્યો છે

Files Photo
સુરત: ચીનમાં એમબીબીએસ અભ્યાસ કરતા હજારો ભારતીય વિદ્યાર્થી કોરોનાને કારણે છેલ્લા ૧૭ મહિનાથી ભારતમાં હોવાથી તેમને માનસિક તણાવ અનુભવી રહ્યા છે. ઓનલાઇન ભણતરને કારણે તેમને પોતાની કારકિર્દીને લઈને ચિંતા થઇ રહી છે. કારણ કે, વિદ્યાર્થીઓ નથી ચાઈના જઇ શકતા કે નથી ઓનલાઇ અભ્યાસ કરી શકતા. ચીનની મોટાભાગની યુનિવર્સિટી ચાઇનીઝ એપ્સ પર જ અભ્યાસ કરાવે છે જે એપ્સ પર ભારતમાં પ્રતિબંધ છે. જેના કારણે વિદ્યાર્થીઓ ખરાબ રીતે ચીનનાં ચક્રવ્યૂહમાં ફસાયા છે.
ભારતમાંથી હજારો વિધાર્થીઓ એમબીબીએસનો અભ્યાસ કરવા દર વર્ષે ચીનમાં પ્રવેશ મેળવતા હોય છે. પરંતુ જ્યારથી કોરોનાકાળની શરૂઆત થઈ છે જે બાદ ચીનમાં મેડિકલનું ભણતર કરનારા વિદ્યાર્થીઓ કપરી પરિસ્થિતિમાં મૂકાયા છે. તેમનો અભ્યાસ છેલ્લા ૧૭ મહિનાથી અટવાયો છે. ચીનની નફ્ફટાય આમાં પણ સામે આવી છે. પહેલા ચીન અને ભારત બન્ને દેશોમાં કોરોના વાયરસ વધતા ભારતીય વિદ્યાર્થીઓ પરત આવી ગયા હતા. જે બાદ તેમનો ત્યાં અભ્યાસ સાથે કોલેજ શરૂ કરવામાં આવી છે પણ તેમને ત્યાં પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી.
મેડિકલ ક્ષેત્રમાં વગર પ્રેક્ટિકલે ઓનલાઇન અભ્યાસના કારણે વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મૂકાયા છે. જેના કારણે તેમને માનસિક તણાવથી પસાર થવું પડી રહ્યું છે. એક બે યુનિવર્સિટીને બાદ કરતા તમામને ચીનની એપ પર ઓનલાઇન અભ્યાસ કરાવવામાં આવે છે. જાેકે આ એપ પર ભારતમાં પ્રતિબંધ હોવાને લઈને વિધાર્થીનો અભ્યાસ થઇ શકતો નથી.
જાેકે, આ કારણકે સુરતમાં ૧૫૦૦ સહિત ગુજરાતમાં ૫ હજાર અને ભારત ભરમાં ૭૦ હજાર વિધાર્થીઓનું ભાવિ જાેખમાઈ રહ્યું છે. ભારત અને ચીન બન્નેના સમયમાં અઢી કલાકનો તફાવત હોય છે. વહેલી સવારથી લઇને સાંજ સુધી ઓનલાઇન ક્લાસિસ ચાલે છે પરંતુ મેડિકલ ક્ષેત્રમાં વગર પ્રેક્ટિકલ જ્ઞાન મેળવી ઓનલાઇન ભણતરથી અભ્યાસ મેળવવુ એ વિદ્યાર્થીઓ માટે ચિંતાનો વિષય બની ગયો છે. હાલ ચીનમાં મેડિકલ અભ્યાસ કરનારા ભારતના જ નહિ પરંતુ બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અન્ય દેશના યુવાનો ચીન સામે સોશિયલ મીડિયામાં એક મુહિમ ચલાવી રહ્યા છે. તેમનો અભ્યાસ શરૂ થાય તે માટે ખાસ લડત પણ ચલાવી રહ્યા છે.
હાલ વિદ્યાર્થીઓ માનસિક તણાવથી પસાર થઇ રહ્યા છે. માનસિક તણાવના કારણે વિદ્યાર્થી ઓનલાઈન ક્લાસિસ પર પણ ધ્યાન આપી શકતા નથી. વળી ઘણી વખત ઓનલાઈન કલાસના સમયે નેટવર્કના પ્રોબ્લેમ પણ આવે છે. જેની સીધી અસર તેમના અભ્યાસ પર થઈ રહી છે. અનેક વિદ્યાર્થીઓ ગામડામાં રહે છે અને ઓનલાઈન અભ્યાસ હોવાના કારણે પણ તેમને હાલાકી ભોગવવી પડે છે.
હજારો વિદ્યાર્થીઓની સમસ્યાને ધ્યાનમાં રાખી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ મેમ્બર મનિષ કાપડીયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય વિદેશ પ્રધાન અને ચીનના ભારતીય એમ્બેસેડરને પત્ર લખીને વિદ્યાર્થીઓ ચીન જઇ મેડિકલ અભ્યાસક્રમ પૂર્ણ કરી શકે એ માટેની માંગણી કરી છે. મનિષ કાપડીયાએ જણાવ્યું હતું કે, હજારોની સંખ્યામાં ભારતીય વિદ્યાર્થી ચીનમાં મેડિકલ કોલેજમાં ભણે છે. કોરોના અને લોકડાઉનના કારણે વિદ્યાર્થીઓ હાલ ચીન જઈને ભણી શકતા નથી.
જે ઓનલાઇન ભણતર છે, તેના કારણે વિદ્યાર્થીઓ સંતુષ્ટ નથી.વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ જ્ઞાન મળવું ખૂબ જ જરૂરી છે. આજ કારણ છે કે, તેમની સમસ્યાના નિકાલ માટે ભારત સરકાર, વિદેશ પ્રધાન અને ચીનના ભારતીય એમ્બેસેડરને પત્ર લખી વિદ્યાર્થીઓ માટે કંઇક નિકાલ કરવાની માંગણી કરી છે.
ચીનમાં એમબીબીએસનો અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓનાં જણાવ્યાં પ્રમાણે, અમારી માંગણી છે કે, વિદ્યાર્થીઓને ચીનમાં મોકલીને તેમના ફિઝિકલ અભ્યાસક્રમને શરૂ કરી દેવામાં આવે. અમેરિકા સહિત અન્ય દેશોમાં ભણતર શરૂ કરી દેવામાં આવ્યું છે, તો ચીન પોતાની કોલેજ શરૂ કરે અને વિદ્યાર્થીઓને પ્રેકટિકલ જ્ઞાન મળી રહે તે હેતુથી આ પત્ર લખવામાં આવ્યો છે.
જાેકે, મેડિકલ લાઇનમાં પોતાની કારકિર્દી બનાવ માંગતા વિધાર્થીઓને ભારત કરતા ચીનમાં અભ્યાસ વધુ સસ્તો પડે છે જેથી વિદ્યાર્થીઓ ત્યાં જતા હોય છે. પરંતુ આ મામે પણ ચીનની નફટાયને લઈને ભારતના હજારો વિદ્યાર્થીઓની કારકિર્દી હાલ ચીનના ચક્રવ્યૂહમાં ફસાઇ છે. ત્યારે આ વિધાર્થીઓ સરકારને આ અંગે સતત રજુઆત કરી રહ્યાં છે.