Western Times News

Gujarati News

ગુજરાતના અનેક ભાગમાં માવઠુ થવાની શક્યતા

Files Photo

અમદાવાદ, સમગ્ર રાજ્યમાં ઠંડીનો ચમકારો જાેવા મળી રહ્યો છે. પરંતુ હવે ગુજરાતુ વાતાવરણ બગડવાનુ છે. ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમા કડકડતી ઠંડી પછી હવે કમોસમી વરસાદી આગાહી કરવામાં આવી છે. ગુજરાતના અનેક ભાગમાં માવઠુ થવાની શક્યતા છે.

સમગ્ર રાજ્યમાં ઠંડીનો ચમકારો જાેવા મળી રહ્યો છે. જાેકે, ત્રણ દિવસના કોલ્ડવેવ બાદ આજે ઠંડીમાં આંશિક રાહત જાેવા મળી રહી છે. પરંતુ હવામાન વિભાગા એક્સપર્ટસ દ્વારા ગુજરાતના વાતાવરણમાં વિપરિત અસર જાેવા મળવાની છે. ૨૪ ડિસેમ્બર થી ૨૬મી તારીખે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જાેવા મળશે. સમગ્ર ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આંશિક અસર જાેવા મળશે તેવુ હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું.

હવામાન વિભાગના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ૨૨ ડિસેમ્બરથી ૩૦ ડિસેમ્બર સુધી દેશના અનેક ભાગોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડશે. જેની અસર ગુજરાતમાં પણ જાેવા મળી શકે છે.

ગુજરાતના અનેક ભાગોમા કમોસમી વરસાદ જાેવા મળવાનો છે. અરબ મહાસાગરની ખાડીમાં હવાનુ હળવુ દબાણ ઉભુ થશે. જેની અસર ગુજરાતમાં જાેવા મળશે. ગુજરાતના અનેક ભાગોમા વાદળછાયુ વાતાવરણ રહેશે. ખાસ કરીને પૂર્વ, ઉત્તર, મધ્ય, કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણના શહેરોમાં માવઠુ થવાની શક્યતા છે. તો ૨૩ ડિસેમ્બરે પણ માવઠુ થશે.

આ માવઠાને કારણે વાતાવરણમાં ઠંડીનુ પ્રમાણ વધશે. સાથે જ ગુજરાતના તાત માટે આ સૌથી ચિંતાજનક સમાચાર છે. માવઠાથી ખેતરોમાં ઉભા રવિ પાકને ભારે નુકસાની થઈ શકે છે. ખેડૂતોને ફરી નુકસાની સહન કરવાનો વારો આવી શકે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.