ગુજરાતના આ જીલ્લામાં દૂધ સંઘની ચૂંટણી ટાણેે ભાજપના બે જૂથ આમને સામને
મતદાર યાદીમાં સાંસદનુ નામ પાછળથી ઉમેર્યાનો આક્ષેપ
જૂનાગઢ, જુનાગઢ જીલ્લા ભાજપમાં જૂથવાદ ઘણા સમયથી પ્રવેશ્યો છે. પરંતુ જીલ્લા દૂધ સંઘની ચૂંટણી જાહેર થતાં જ આ જુથવાદ સપાટી પર આવ્યો હોય, તેમ જીલ્લા ભાજપના પૂર્વ પ્રમુખે દૂધ સંઘની મતદાર યાદીમાં સાંસદનું નામ પાછળથી ઘુસાડવાનો આક્ષેપ કર્યો છે.
જીલ્લા દૂધ ઉત્પાદક સંઘના ડીરેક્ટર અને જીલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ઠાકરસીભાઈ જાવીયાએ જૂનાગઢના સાંસદ રાજેશભાઈ ચુડાસમા દૂધ સંઘનો કબજાે કરવા માટે મતદારયાદીમાં પાછળથી નામ ઉમેયાનો આક્ષેપ કરતા રાજકીય હલચલ મચી જવા પામી છે.
જાવિયાએ જણાવ્યુ હતુ કે સરકારેે અગાઉ દૂધ સંઘની ચૂંટણી જાહેર કરવાને બદલે કસ્ટોડીયન કમિટિની નિમણુૃક કરી હતી. આ કસ્ટોડીયન કમિટિની મુદત એક વર્ષની નિર્ધારીત કરાઈ હતી. પરંતુ ગણતરીના દિવસોમાંજ સંઘની ચૂંટણી જાહેર કરી દેવાઈ હતી.
આ સામે હાઈકોર્ટમાં રીટ થઈ હતી. બાદમાં હાઈકોર્ટે કસ્ટોડીયન કમિટી રદ કરી ચૂંટણી કરવા આદેશ કર્યોહ તો. કોર્ટના આદેશ મુજબ જૂની મતદાર યાદી પ્રસિધ્ધ કરી તે મુજબ ચૂંટણી કરવાની હતી પરંતુ તેમા એકાએક ખેરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં જુનાગઢના સાંસદ રાજેશભાઈ ચુડાસમાનું નામ ઉમેરી દેવાયુ છે.
આ અંગે સાંસદ રાજેશ ચુડાસમાએ જણાવ્યુ હતુ કે રાતોરાત મારૂ નામ ઉમેરી દેવાયાના આક્ષેપ વાહિયાત છે. હું છેલ્લા ત્રણ વર્ષથી મતદાર થયો છેુ.
આ મામલે કોઈ ગેરસમજ અથવા તો કોઈએ ગેરમાર્ગે દોર્યાનું જણાઈ રહ્યુ છે. જીલ્લા દૂધ સંઘની ચૂંટણી ટોણે જ ભાજપના બે આગેવાન આમને સામને આવતા જૂથવાદનો પર્દાફાશ થતા ભાજપમાં હડકંપ મચી ગયો છે.