ગુજરાતના આ તાલુકામાં સરપંચની ઉમેદવારી માટે ૬૧ ફોર્મ ભરાયા

વિરપુર તાલુકામાં ગ્રામ પંચાયતની ચુંટણીને લઈને ઉમેદવારોનો રાફડો-વિરપુર તાલુકામાં સરપંચના ૬૧ અને સભ્યના ૯૧ ફોર્મ જમા કરાવાયા
(પ્રતિનિધિ) વિરપુર, ગ્રામપંચાયતની ચૂંટણીનો ધમધમાટ સમગ્ર રાજ્યમાં જાેવા મળી રહ્યો છે ત્યારે મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકામાં ગ્રામ પંચાયત સરપંચ અને સભ્યપદ લઈને ઉમેદવારોનો રાફડો ફાટયો હોય તેમ લાગી રહ્યું છે ખાસ કરીને ફોર્મ લેવા અને જમા કરાવવા રંગચંગે ઉમેદવારો કચેરીઓ ખાતે જમાવડો કરી રહ્યાં છે
રોજ મોટી સંખ્યામાં સરપંચ તથા સભ્યોપદની બેઠકો માટેની ઉમેદવારીના ફોર્મ ઉમેદવારો દ્વારા લઇ જઇ જમા કરાવાઇ રહ્યાં છે ત્યારે કચેરીઓમાં અને ગામોના ચોરેચૌટે ચૂંટણીનો ભરપૂર માહોલ જામી રહ્યો છે કેટલાંક ઉમેદવારોએ હાર પહેરીને સરઘસ કાઢીને પોતાની ઉમેદવારી નોંધાવી તો કેટલાંકે કચેરીઓ બહાર સુત્રોચ્ચાર કરીને ઉમેદવારી નોંધાવ્યાની ખુશી વ્યક્ત કરી હતી
વર્ષના છેલ્લા મહિનામાં યોજાનાર ગ્રામપંચાયતની ચૂંટણી માટે ભારે ધમધમાટ ગામો અને કચેરીઓમાં જાેવા મળી રહ્યો છે ત્યારે ગુરૂવારના રોજ સરપંચ પદ માટેના ૫૮ અને સભ્યપદ માટેના ૯૦ ફોર્મ ભરાયાં હતાં જેને લઈને વિરપુર તાલુકામાં ગ્રામ પંચાયત ચૂંટણીને લઈને રાફડો ફાટયો છે.
વિરપુર તાલુકામાં સરપંચના ૬૧ અને સભ્યના ૯૧ ફોર્મ જમા કરાવાયા ઃ વિરપુર તાલુકામા ૧૯ ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થઈ છે ત્યારે ચૂંટણીનો ટેમ્પો હવે જામી રહ્યો છે વિરપુર મામલતદાર દ્વારા ૪ ચૂંટણી અધિકારીઓને જવાબદારી ઉમેદવારો માટે સોંપાઇ છે
વિરપુર તાલુકાની ૧૯ ગ્રામ પંચાયત અને ૧૮૦ વોર્ડ સભ્યોની ચૂંટણી હોઇ ગ્રામ પંચાયતમાંથી ઉમેદવારી ફોર્મ ભરવા સરપંચો, સભ્યો પોતાના ટેકેદારો સાથે વિરપુર મામલતદાર કચેરી પર આવી રહ્યા છે અત્યારસુધીમાં સરપંચ પદ માટેના ૬૧ અને સભ્યપદ માટે ૯૧ ફોર્મ ભરાયાં છે ત્યારે ગ્રામ પંચાયતોની ચૂંટણીમા ગ્રામ પંચાયતો નાણાપંચની લાખો રૂપિયાની ગ્રાન્ટ આવી હોય તેમ નવા સરપંચો તરફ ટેકેદારોનો ઝુકાવ લાગી રહ્યો છે.*