Western Times News

Gujarati News

ગુજરાતના કિસાનોને રૂ. ૩૭૯૫ કરોડની સહાય પેકેજના વિતરણનો રાજ્યવ્યાપી પ્રારંભ

વડોદરા પ્રદેશના વડોદરા-આણંદ-નર્મદા-ભરૂચ-છોટાઉદેપૂરના  ધરતીપુત્રોને સહાય વિતરણ કરશે  

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં તાજેતરના કમોસમી વરસાદથી રાજ્યના ખેડૂતોના પાકને થયેલ નુકશાન પેટે સહાય માટે ઐતિહાસિક રૂ. ૩૭૯૫ કરોડનું પેકેજ જાહેર કરેલું છે. આ સહાય પેકેજ અંતર્ગત કિસાનોને પાક નુકશાન સહાય વિતરણનો રાજ્યવ્યાપી પ્રારંભ બુધવાર તા. રપ ડિસેમ્બરે સ્વ. પ્રધાનમંત્રી અટલબિહારી બાજપેયીના જન્મદિન સુશાસન દિવસથી કરવામાં આવશે.

મુખ્યમંત્રીશ્રી આ સંદર્ભમાં રાજ્યકક્ષાના કાર્યક્રમમાં વડોદરા ખાતે ઉપસ્થિત રહીને વડોદરા પ્રદેશના જિલ્લાઓ વડોદરા, આણંદ નર્મદા, ભરુચ, છોટાઉદેપુરના ધરતીપુત્રોને સહાય વિતરણ કરવાના છે. નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ મહેસાણા જિલ્લામાં તથા રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ રાજ્યના ૮ કલસ્ટરમાં યોજાનારા આ પેકેજ સહાય વિતરણમાં  ખેડૂતોને સહાય આપવા ઉપસ્થિત રહેશે.  આવા સહાય વિતરણ કાર્યક્રમો વડોદરા અને મહેસાણા ઉપરાંત રાજકોટ, અમદાવાદ, દાહોદ, ભાવનગર, સુરત અને કચ્છ કલસ્ટરમાં યોજાવાના છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.