Western Times News

Gujarati News

ગુજરાતના કોંગી ધારાસભ્યોને અજ્ઞાત સ્થળે લઈ જવાશે

Files Photo

રાજસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસનું મોવડી મંડળ સક્રિય

(પ્રતિનિધિ) અમદાવાદ: રાજયસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે જેમાં ગુજરાતની ચાર બેઠકોનો પણ સમાવેશ થાય છે. વર્તમાન ધારાસભ્યોનું સંખ્યાબળ જાતા ભાજપ અને કોંગ્રેસ બે-બે બેઠકો જીતે તેવી Âસ્થતિ છે પરંતુ દરેક વખતે રાજયસભાની ચૂંટણીમાં મોટી રાજકીય ઉથલપાથલ થતી હોવાથી આ વખતે પણ કોંગ્રેસનું મોવડી મંડળ સતર્ક બની ગયું છે અને ગઈકાલથી જ ગુજરાત કોંગ્રેસના નેતાઓ દ્વારા પક્ષના તમામ ધારાસભ્યોનો સંપર્ક સાધવામાં આવી રહયો છે અને આ તમામ ધારાસભ્યોને અજ્ઞાત સ્થળે લઈ જવાની તજવીજ શરૂ કરવામાં આવી હોવાનું ચર્ચાઈ રહયું છે.


તાજેતરમાં જ રાજયસભાની ચૂંટણી માટેની તારીખ જાહેર કરવામાં આવતા જ રાજકીય પક્ષો સતર્ક બની ગયા છે રાજયસભામાં સ્પષ્ટ બહુમતી મેળવવા માટે ભાજપ દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવી રહયા છે જેના પગલે તડજાડનું રાજકારણ પણ ચાલી રહયું છે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી સમયે રાજકીય ઉથલપાથલ સર્જાતી હોય છે ખાસ કરીને કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાની કામગીરી ચાલતી હોય છે જેના પગલે કોંગ્રેસનું મોવડી મંડળ એલર્ટ થયેલું છે. રાજયસભાની ચૂંટણી પૂર્વે મોવડી મંડળ દ્વારા સતત પ્રદેશ નેતાગીરી સાથે ચર્ચા કરવામાં આવી રહી છે અને તમામ ધારાસભ્યો સાથે સંપર્કમાં રહેવાનો આદેશ અપાયો છે.

ગુજરાત કોંગ્રેસની નેતાગીરી દ્વારા કોંગ્રેસના કુલ ૭૩ ધારાસભ્યો સાથે સતત સંપર્કમાં રહી રાજસભાની ચૂંટણી અંગેની ભાવિ રણનીતિ ઘડવામાં આવી રહી છે જાકે અંતિમ સમયે બંને પક્ષો ઉમેદવારો જાહેર કરે તેવી શક્યતા છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓ વધુ એલર્ટ બન્યા છે અને પક્ષના ધારાસભ્યો પર નજર રાખી રહયા છે રાજયસભાની ચૂંટણી સમયે પક્ષના ધારાસભ્યો પક્ષ વિરોધી પ્રવૃતિ કરે નહી તે માટે વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે અને આ માટે તમામ ધારાસભ્યોને કોંગ્રેસ નેતાઓ અજ્ઞાત સ્થળે લઈ જાય તેવી શક્યતાઓ રાજકીય નિષ્ણાંતો વ્યકત કરી રહયા છે.

હાલમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ સહિતના રાજયોમાં કોંગ્રેસની સરકાર હોવાથી આ ધારાસભ્યોને રાજસ્થાન અથવા પંજાબ લઈ જવામાં આવે તેવી શકયતા છે. મધ્યપ્રદેશમાં કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો ભાજપમાં જાડાઈ રહયા છે જેના પરિણામે મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર પર સંકટના વાદળો છવાઈ રહેલા જાવા મળી રહયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.